અમેરિકન નિકાસકારોને ભારતમાં આયાત ડયુટી સહિતના અનેક અવરોધો

0
3

બાઇડેન વહીવટી તંત્રે આરોપ મૂક્યો છે કે અમેરિકન નિકાસકારોને ભારતમાં માલ નિકાસ કરતી વખતે આયાત ડયુટી સહિતના અનેક વેપાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.

યુએસ ટ્રેડ રિપ્રેઝેનેન્ટિવ (યુએસટીઆર)ના 2021ના વાર્ષિક અહેવાલ નેશનલ ટ્રેડ એસ્ટીમેટ રિપોર્ટ ઓન ફોરેન ટ્રેડ બેરિયર્સમાં જણાવવામાં આવ્યું છે કે ભારત મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ આયાતના સૃથાને દેશમાં જ ઉત્પાદન કરવા પર ભાર મૂકી રહ્યું છે.

યુએસટીઆરએ તેના અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે મે, 2020માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી હતી. આ મહત્ત્વાકાંક્ષી અભિયાનમાં પણ ભારતની આત્મનિર્ભરતા અને ભારતના ઉદ્યોગને વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા દ્વિપક્ષીય તકો દ્વારા ભારતીય બજારમાં પોતાની પહોંચ વધારવા માગે છે. જો કે ભારતમાં નિકાસ કરતી વખતે અમેરિકન નિકાસકારોને ટેરિફ અને નોન ટેરિફ અવરોધોનો મોટા પાયે સામનો કરવો પડી રહ્યો છે. જેની અસર દ્વિપક્ષીય વેપાર પર પણ જોવા મળી રહી છે.

આ અહેવાલ મુજબ ગયા વર્ષે અમેરિકાની ભારત સાથેની વેપાર ખાધ 23.8 અબજ ડોલર હતી. 2019 કરતા વેપાર ખાધમાં 1.7 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020માં અમેરિકા માટે ભારત 12મા નંબરનો સૌથી મોટો નિકાસ બજાર છે. 2019માં અમેરિકાએ 24.3 અબજ ડોલરની સેવાઓની નિકાસ ભારતમાં કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here