અમદાવાદ : ​​​​​​​બાપુનગર અને રખિયાલને જોડતા નવા બ્રિજ નીચેથી એક દિવસની નવજાત બાળકી મળી, સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ

0
22

શહેરના રખિયાલ અને બાપુનગર વિસ્તારને જોડતા નવા બનતાં બ્રિજ નીચેથી 1 દિવસની નવજાત બાળકી પોલીસને મળી આવી છે. નવજાત બાળકીને હાલમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હોસ્પિટલમાં બાળકીના સાર સંભાળ માત્ર બાપુનગર પોલીસની એક મહિલા પોલીસને સતત તેની સાથે રાખવામાં આવી છે. બાપુનગર પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાપુનગર પોલીસને વહેલી સવારે મેસેજ મળ્યો હતો કે, રખિયાલ અજિતમિલથી બાપુનગર ગરીબનગર જવાના રોડ પર બ્રિજ નીચે એક નવજાત બાળકી મળી છે. જેથી બાપુનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એક દિવસની નવજાત બાળકી હોવાનું જાણવા મળ્યું હતું. 108ને લોકોએ પેહલા જ બોલાવી લીધી હતી. જેથી પોલીસે તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.

બાપુનગર પોલીસ સ્ટેશનની એક મહિલા પોલીસકર્મીને બાળકીની સાર સંભાળ માટે રાખવામાં આવી છે અને તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બાપુનગર પોલીસે બાળકીને ત્યજી દેનાર વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here