સુરત : ઉનમાં એક વર્ષનો બાળક રમતા રમતા રમકડાનો બેટરી સેલ ગળી ગયો.

0
5

સુરતના ઉન વિસ્તારમાં એક વર્ષનો બાળક રમતા રમતા રમકડાનો બેટરી સેલ ગળી ગયો હતો. તાત્કાલિક નજીકના દવાખાને લઈ જતા ડોક્ટરે તપાસ કરી સિવિલ લઈ જવાની સલાહ આપી હતી. સિવિલ હોસ્પિટલના તબીબોએ દૂરબીન વડે ઓપરેશન કરી સેલ બહાર કાઢ્યો હતો.

બેટરીનો સેલ ગળામાં ફસાઈ ગયો હતો.
બેટરીનો સેલ ગળામાં ફસાઈ ગયો હતો.
રમતા રમતા રમકડાનો બેટરી સેલ ગળી ગયો
ઉન વિસ્તારમાં અમજદ કુરેશી પરિવાર સાથે છે અઢી વર્ષના લગ્ન જીવનમાં હસનેન પહેલું જ બાળક છે. 1 વર્ષનો હસનેન ગત રોજ શનિવારની સાંજે 6.40 કલાકે રમતા રમતા રમકડાનો બેટરી સેલ ગળી ગયો હતો. પાડોશી સઇદભાઈ અહેમદભાઈ રાંદેરવાળાની નજર પડતા બુમાબુમ કરી હતી. તાત્કાલિક મોઢામાં આંગળી નાખી તપાસ કરતા કોઈ ધાતુ ગળામાં અટકી ગઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ નજીકના દવાખાને લઈ જતા ડોક્ટરે તપાસ કરી સિવિલ લઈ જવાની સલાહ આપી હતી.

 

અઢી એમએમનો સેલ ગળી જનાર હસનેનની તબિયત સાધારણ

108 માં 1 વર્ષના હસનેન અમજદ કુરેશીને સિવિલ લવાયો હતો. બાળકોના નિષ્ણાત તબીબોએ તમામ રિપોર્ટ અને એક્સ-રે આધારે કોઈ ધાતુ ગળામાં હોવાનું નિદાન કરી રાત્રે 12:30 વાગે દૂરબીન વડે ઓપરેશન કરી સેલ બહાર કાઢ્યો હતો. લગભગ અઢી એમએમનો સેલ ગળી જનાર હસનેનની તબિયત સાધારણ છે. હાલ ડોક્ટરોએ હસનેનને રજા આપી મંગળવારે તપાસ માટે બોલાવ્યો છે. પિતા મજુરી કામ કરે અને મૂળ મહારાષ્ટ્ર ના હોવાનું જાણવા મળ્યું છે. જાગૃતતા અને સમય સર સારવારને લઈ હસનેનની જિંદગી બચાવનાર સિવિલના ડોક્ટરોનો પરિવારે બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here