Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

આજે ભારતીય જળસીમામાંથી કોટેશ્વર નજીકના સિરક્રિક પાસેથી એક પાકિસ્તાની માછીમારને સુરક્ષાદળોએ પકડી પાડ્યો છે. મોડી રાતે સાડા પાંચ વાગ્યાના અરસામાં આ માછીમારી ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને ઘૂસી આવ્યો હતો. તેની બોટ સહિતનો મુદ્દામાલ સુરક્ષા દળોએ કબ્જે કર્યો છે.

BSFએ માછીમાર પાસેથી બોટ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
BSFએ માછીમાર પાસેથી બોટ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

 

પકડાયેલો ઈસમ સિંઘનો વતની

મોડી રાત્રે સાડા પાંચ વાગ્યાના સમયગાળામાં બીએસએફની 108 બટાલિયન પેટ્રોલિંગ સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાની માછીમારને ઝડપી પાડ્યો છે. સિંઘના શાહબંદરનો 35 વર્ષીય ખાલિદ હુસૈન ખરાબ હવામાનનો લાભ લઈને ભારતીય સીમામાં ઘૂસ્યો હતો. જેની પર બીએસએફની ટૂકડીની નજર જતાં તેને પકડી લીધો હતો.

સિરક્રિકમાં ઘૂસેલા પાકિસ્તાની પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે
સિરક્રિકમાં ઘૂસેલા પાકિસ્તાની પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે

 

બોટ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો

ખાલિદ પાસેથી બીએસએફે એક મોબાઈલ, એક બોટ, 20 લિટર ડિઝલ ભરેલો કેરબો, માછળી પકડવાની જાળ, 8 બંડલ પ્લાસ્ટિકના દોરા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સિવાય તેની સાથે બોટમાં અન્ય કોઈ હતું કે નહીં તેની તપાસ બીએસએફ શરૂ કરીને પાકિસ્તાની શખ્સની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments