Friday, December 6, 2024
Homeવેજના બદલે બે વખત નોનવેજની ડિલીવરી કરવા બદલ ઝોમેટો અને રેસ્ટોરન્ટને રૂ.55,000નો...
Array

વેજના બદલે બે વખત નોનવેજની ડિલીવરી કરવા બદલ ઝોમેટો અને રેસ્ટોરન્ટને રૂ.55,000નો દંડ

- Advertisement -

પૂણે- સૌ પ્રથમ વખત પૂણેની કન્ઝ્યૂમર કોર્ટ(ગ્રાહક અદાલતે) ઝોમેટો અને રેસ્ટોરન્ટ પર ખોટી ડિલિવરી કરવાના બદલામાં દંડ ફટકાર્યો છે. આ કેસમાં ઝોમેટો અને પૂણેની એક રેસ્ટોરન્ટે ગ્રાહકને વેજના બદલે નોન-વેજની ડિલવરી કરી હતી, જેના બદલામાં તેમને રૂ.૫૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.

બોમ્બ હાઈકોર્ટના નાગપુર બેન્ચના વકીલ શનમુખ દેશમુખે આ અંગેની ફરીયાદ કન્ઝ્યુમર કોર્ટમાં કરી હતી. કોર્ટે ઝોમેટો અને રેસ્ટોરન્ટને ૪૫ દિવસમાં રકમ ચુકવવાનો આદેશ આપ્યો છે. વકીલ દેશમુખે જણાવ્યું કે, ગત વર્ષે ૩૧ મેના રોજ તે પુણે ગયા હતા. અહીં તેમણે ઝોમેટો એપ પરથી પનીર બટર મસાલાનો ઓર્ડર કર્યો હતો, પરંતુ બદલામાં ડિલીવરી બોયે તેમને ચિકન બટર મસાલા આપ્યું હતું.

ફરીયાદ કર્યા બાદ રેસ્ટોરન્ટે ફરીથી પનીર બટર મસાલા મોકલવાની વાત કરી હતી, પરંતુ ફરીથી તેમને ચિકન બટર મસાલા મળ્યું. દેશમુખે વધુમાં જણાવતાં કહ્યું કે, તે દિવેસ ગરૂવાર હતો, અને તેથી મારો ઉપવાસ હતો. તેમજ તેમની ખોટી ડિલીવરીને કારણે મારે મુશ્કેલી સહન કરવી પડી હતી.

કન્ઝ્યુમર કોર્ટે આદેશમાં જણાવ્યું કે, જો દંડની રકમ નિર્ધારિત સમય પર ચૂકવવામાં આવશે નહિ તો ઝોમેટો અને રેસ્ટોરન્ટે આ રકમ પર ૧૦ ટકા વ્યાજ પણ ભરવાનું રહેશે. જો કે, ઝોમેટો અને રેસ્ટોરન્ટને બેકાળજીના કારણે દંડના ૫૦,૦૦૦ અને માનસિક ત્રાસ બદલ ૫૦૦૦ રૂપિયા દેશમુખને મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular