અમેરિકામાં ભારતીય મુળના 45 વર્ષના એક વ્યક્તિને હત્યાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. અને તેની પછી તેને પેરોલની સંભાવના વગર આજીવન કારાવાસ જેલની સજા કરવામાં આવી છે. આ વ્યક્તિએ ઈરાદાપુર્વક પોતાની કારથી એક વાહનને ટક્કર મારી હતી. જેમા 16 વર્ષના ત્રણ બાળકોના મોત થયા હતા. અને અન્ય ત્રણ બાળકોના ગંભીરરુપે ઘાયલ થયા હતા. આ બાળકોને વર્ષ 2020માં તેને ડોરબેલ વગાડીને હેરાન કર્યો હતો.
કેલિફોર્નિયામાં અનુરાગ ચંદ્રને એપ્રિલમાં હત્યા કરવાના મામલે દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. જિલ્લા અર્ટોની કાર્યાલયની 14 જુલાઈની એક પ્રેસ ખબરમાં કહ્યું હતું કે, તપાસ દરમ્યાન માલુમ પડ્યુ છે કે ચંદ્રાએ જાણીજોઈને ઈરાદા પુર્વક તેની કાર આ બાળકોના વાહન સાથે ટકરાવી હતી. આ ઘાતક દુર્ઘટના 19 જાન્યુઆરી 2020ની રાત્રે ટેમેસ્કલ કેન્યન રોડ પર થઈ હતી.
આ ઘટનામાં છ બાળકો ટોયોટા પ્રિયસ કારમાં હતા. જેમાં ચંદ્રાએ પોતાની કારથી ટક્કર મારી રસ્તાથી નીચે ઉતારી દીધા હતા, જેમા પરિણામે કાર રસ્તાની પુર્વમાં ઉભેલા એક ઝાડ સાથે ટકરાઈ હતી. ચંદ્રા ઘટનાની સુચના આપ્યા વગર જ દુર્ધટના સ્થળ પરથી ઘરે પહોચી ગયો હતો. ડેનિયલ હોકિન્સ, જેકબ ઈવાસ્કુ અને ડ્રેક રુઈજ આ બાળકોના મોત થયા હતા. જ્યારે વાહનમાં 18 વર્ષનો ચાલક અને તેની સાથે 13 અને 14 વર્ષના અન્ય બે કિશોરો ઘાયલ થયા હતા.