ડિપ્રેશનથી પીડાતી વ્યક્તિને 12 લક્ષણોથી ઓળખી શકાય, ડિપ્રેશન ઝોનમાં નેગેટિવ વિચારો આવવાની સાથે કોઈ સમસ્યાનું સમાધાન નથી દેખાતું

0
14

સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન બાદ દેશમાં ડિપ્રેશન અંગે ચર્ચા ચાલી રહી છે. દરેક વ્યક્તિ જાણવા માગે છે કે ડિપ્રેશન શું છે? તેનાં લક્ષણો કેવાં હોય છે? કોઈ ડિપ્રેશનમાં છે કે નહીં તે કેવી રીતે જાણવું? શા માટે કોઈ ડિપ્રેશન ઝોન વિશે વાત નથી કરતું?

આવા ઘણા પ્રશ્નો છે જે દરેકના મગજમાં દરરોજ આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ડિપ્રેશન ઓળખવું ખૂબ જ સરળ છે. સમસ્યા એ છે કે લોકો તેના વિશે વાત કરવા નથી માગતા. તેથી આજે અમે ડિપ્રેશન ઝોન વિશે વાત કરી રહ્યા છીએ. જેથી, તમે તેના વિશેની દરેક વસ્તુને સરળતાથી સમજી શકો અને તેને ઓળખી શકો. ડિપ્રેશન અંગે દરેક સવાલનો જવાબ સાઇકોલોજિસ્ટ અને કાઉન્સેલર ડોક્ટર નિશા ખન્ના આપી રહી છે.

ચાલો ડિપ્રેશનને સવાલ-જવાબ દ્વારા સમજીએ.

ડિપ્રેશન માટે કેમ જાણવું જરૂરી છે?

  • ડોક્ટર નિશા કહે છે કે, ડિપ્રેશન ઝોનમાં રહેતી વ્યક્તિનો મૂડ જતો રહે છે, તેના મગજમાં હંમેશાં નેગેટિવ બાબતો ચાલે છે. તેને ભવિષ્ય માટે કંઈપણ પોઝિટિવ દેખાતું નથી. તેથી, ડિપ્રેશન વિશે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, જ્યાં સુધી તમે તેના વિશે જાણશો નહીં ત્યાં સુધી તમે તેમાંથી બહાર નહીં નીકળી શકો.
  • જ્યારે આપણા મનમાં નેગેટિવ વિચારો ચાલી રહ્યા હોય તો દરેક વસ્તુમાં સમસ્યા દેખાવા લાગે છે. ક્યાંય કોઈ સમાધાન નથી દેખાતું. દરેક કામ ખરાબ લાગે છે, દરેક વ્યક્તિમાં ખામી દેખાય છે. સોલ્યુશન કે સમાધાન નથી દેખાતું. તેમજ, જો તમે પોઝિટિવ હો તો તમને દરેક વસ્તુમાં સમાધાન મળી જાય છે, દરેક વ્યક્તિમાં તમે કોઈ સારી વસ્તુ જોવા મળે છે. તમે સમસ્યાઓ હલ કરવા ઇચ્છો છો અને સારી વસ્તુઓ વિશે વિચારો છો.
  • ડો. નિશાના જણાવ્યા મુજબ, ડિપ્રેશનમાં નેગેટિવિટીના લક્ષણોને કારણે વ્યક્તિ નિરાશાવાદી બની જાય છે. તેને તેના જીવનમાં આગળ વધુ સારું ભવિષ્ય નથી દેખાતું. ઘણીવાર તેને લાગે છે કે, તેની આસપાસના લોકો તેની વાતો સમજી શકતા નથી. કોઈ પણ વ્યક્તિ તેના વિશે કંઈ સારું વિચારતું નથી. તેની પાસે કોઈ નથી. દરેક વ્યક્તિ તેના વિશે નેગેટિવ જ વિચારે છે. દરેક જણ તેનામાં ખામી કાઢે છે.

ડિપ્રેશનમાં રહેતી વ્યક્તિ કેવા પ્રકારનો વ્યવહાર કરી શકે છે?

  • ડોક્ટર નિશા કહે છે કે, ડિપ્રેશન ઝોનમાં રહેતા લોકો ક્યારેય કોઈ પર વિશ્વાસ કરતા નથી.
  • હંમેશાં બીજાના વ્યવહારમાં ખામી શોધતા રહે છે.
  • ડિપ્રેશનમાં રહેતા લોકો એ પણ વિચારે છે કે લોકો શું કહેશે. તેથી, આવા લોકો પણ કોઈની સાથે કંઈપણ શેર કરતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here