રાજકોટ : જે વ્યક્તિને સાત દિવસથી તાવ, શરદી, ઉધરસ હોય તેનો રેપીડ ટેસ્ટ થશે, લોહીનું એક ટીપું મુકે એટલે 15 મિનિટમાં પરિણામ

0
15

રાજકોટમાં આજથી રેપિડ ટેસ્ટ કીટ દ્વારા લોકોનો કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રોજ 100 લોકોનો ટેસ્ટ કરવામાં આવશે. રેપિડ ટેસ્ટ કેવી રીતે થાય છે અને કોને કરવામાં આવે છે તે અંગે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ માહિતી આપી છે. જેમાં સાત દિવસ સુધી કોઇ વ્યક્તિને શરદી, ઉધરસ, તાવ હોય તેને રેપિડ ટેસ્ટ કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ વાઇરસગ્રસ્ત બને છે ત્યારે તેના શરીરમાં વાઇરસ સામે લડવા માટે એન્ટી બોડી બને છે. રેપિડ ટેસ્ટમાં આ જ એન્ટી બોડીને શોધવામાં આવે છે. આનાથી એ ખબર પડે છે કે શરીરના રોગ પ્રતિકારક શક્તિએ આ વાઇરસને નિષ્ક્રિય કરવા માટે એન્ટીબોડી બનાવ્યું છે કે નહીં. જે વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા નથી મળતા તેવા કિસ્સામાં પણ એ જાણી શકાય છે કે જે તે વ્યક્તિ સંક્રમણમો ભોગ બની છે કે કેમ અથવા પહેલા સંક્રમિત હતી કે નહીં. કીટમાં સેમ્પલ તપાસવા માટે ચોક્કસ જગ્યા હોય છે અને પરિણામ જાણવા માટે એક ડિસ્પ્લે હોય છે. સૌપ્રથમ શંકાસ્પદ દર્દીના લોહીનું એક ટીપું લેવામાં આવે છે. આ નમૂનો લોહી પ્લાઝમાં કે સીસ્ટમના રૂપમાં હોય શકે છે.

શંકાસ્પદ વ્યક્તિના લોહીનું એક ટીપુ લઇ ટેસ્ટ કરવામાં આવે છે

નાયબ  આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રેપિડ ટેસ્ટ કીટમાં પરિણામ 15થી 20 મિનિટમાં આવી જાય છે. જે વ્યક્તિને સાત દિવસ સુધી શરદી, તાવ, ઉધરસ રહેતા હોય તેવા લોકોનો રેપિડ ટેસ્ટ કરવાનો છે. જે વ્યક્તિનો રેપિડ ટેસ્ટ કરવાનો હોય તેના લોહીનું એક જ ટીપું લેવાનું હોય છે. ત્યારબાદ રેપિડ કીટમાં તેને ડ્રોપ કરવામાં આવે છે. ત્યારબાદ તેને કમ્પેર કરે કે એક લાઇન આવે છે કે બે તેના પરથી પરિણામ આવે છે. એક લાઇન બતાવે તો નેગેટિવ અને બે લાઇન આવે તો પોઝિટિવ. બાદમાં પછી તે વ્યક્તિનો સેમ્પલ લેવામાં આવતા નથી અને આ માન્ય રાખવામાં આવે છે. જે વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવે તેને સાતથી આઠ દિવસ પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હોય. ત્યારબાદ આ વ્યક્તિ જે વિસ્તારમા રહેતો હોય તે વિસ્તાર અને આજુબાજુના વિસ્તારોમાં સર્વે કરવામાં આવે છે. જેથી કોરોનાના કેસો મળવાની શક્યતા હોય છે.

નેગેટિવ કે પોઝિટિવ પરિણામાં આ રીતે આવે છે

જો રેપિડ ટેસ્ટ કીટ પર માત્ર એક ગુલાબી લાઇન આવે તો આનો મતલબ છે કે વ્યક્તિ નેગેટિવ છે. ટેસ્ટ કીટ પર  C અને M એમ ગુલાબી લાઇન આવે તો દર્દી આઇઝીટી એન્ટીબોડી સાથે પોઝિટિવ છે. જો કીટ પર G અને M એમ બંને લાઇ આવે તો દર્દી આઇજીજી અને આઇજીએમ એન્ટીબોડીની સાથે પોઝિટિવ છે. જો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો  પછી શંકાસ્પદ દર્દીનો રીયલ્સ ટાઇમ પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. રીયલ ટાઇમ પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવે તો આવા દર્દીને હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવે છે. જો રીયલ ટાઇમ પીસીઆર ટેસ્ટ નેગેટિવ ટેસ્ટ આવે તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિમાં કોરોના વાઇરસનું સંક્રમણ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here