પ્રાંતિજ : પીલુદા પાટીયા પાસે રાત્રીના સમયે પેટ્રોલ – ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી ખાઇ ગયું.

0
6

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના નેશનલ હાઈવે આઠ પીલુદા-પોગલુ પાટીયા પાસે રાત્રીના સમયે પેટ્રોલ-ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી ખાઇ જતા નાસ ભાગ મચી જવા પામી હતી. ડ્રાઈવર – કંડકટરનો આબાદ બચાવ થયો હતો.

 

 

મોટી દુર ધટના જાન હાની ટળી
ડ્રાઈવર-કંડકટર નો આબાદ બચાવ મોટી જાન હાની ટળી
રોડ ના કામ ને લઈને કેનાલ પાસે રહેલ ખાડો હોવાથી ટેન્કર પલ્ટી ખાઇ ગયું
લાખો રૂપિયા નું પેટ્રોલ-ડીઝલ રોડ ઉપર કેનામ ખાલી
હાઈવે ઓથોરીટી ની બેદરકારીજી આવી સામે.
પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી
પોલીસ પણ તાત્કાલિક દોઠી રસ્તો બંધ કર્યો

રાજકોટ થી પેટ્રોલ – ડીઝલ ભરેલ ટેન્કર દાંતા તરફ જઇ રહ્યું હતું તે દરમ્યાન સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 પ્રાંતિજ ના પીલુદા – પોગલુ પાટીયા પાસે રાત્રીના સમયે પેટ્રોલ – ડીઝલ ભરેલ ટેન્કર રોડ ના કામ ને લઈને રોડ ની સાઇડ માં આવેલ કેનાલ પાસે રહેલ ખાડામાં પડતા પેટ્રોલ – ડીઝલ ભરેલ ટેન્કર કેનાલ ની પાળી ઉપર પલ્ટી ખાઇ ને પડયું હતુ.

બાઈટ : પ્રતાપસિંહ દેવડા

ટેન્કર પલ્ટી ખાઇ જતાં ઢાંકણા થોડાં થોડા ખુલી જતા રોડ ઉપર તથા મોટા ભાગનું પેટ્રોલ – ડીઝલ કેનાલ માં ઢોરાઇ ગયું હતું. અકસ્માત અંગેની જાણકારી પ્રાંતિજ પોલીસ ને થતા પ્રાંતિજ પોલીસ દ્વારા તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી એક સાઇડ નો રોડ બંધ કર્યો હતો. તો આ અંગેની જાણ પ્રાંતિજ અને હિંમતનગર ફાયર ટીમ ને થતા બે લાયબંબા સાથે તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી ટેન્કર ઉપર પાણી નો મારો ચાલુ કર્યો હતો. તો બે ક્રેન પણ બોલાવવામાં આવી હતી અને ક્રેન ની મદદથી પલ્ટી ખાધેલ ટેન્કર ને ઉભું કરવામા આવ્યું હતું. તો ટેન્કરની અંદર રહેલ ૧૭ લાખ નું પેટ્રોલ – ડીઝલ કેનાલમાં તથા રોડ ઉપર વહી ગયું હતું. પલ્ટી ખાઇ જતા ટેન્કર ને પણ નુકસાન થયું હતું. જો કે પ્રાંતિજ – હિંમતનગર ફાયર ટીમ દ્વારા સહિ સલામત રીતે રાત્રી ના સમયે પણ ઓપરેશન પાર પાડી ને મોટી જાનહાની ટાળી હતી.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here