Monday, September 20, 2021
Homeગિરિમથક સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા આહલાદક વાતાવરણ સર્જાયું
Array

ગિરિમથક સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા આહલાદક વાતાવરણ સર્જાયું

ગુજરાતમાં હાલ બરાબરનો અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા આહલાદક વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ઉપરવાસમાં અને ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદના પગલે વધઈ પાસે આવેલો ગીરાધોધ પણ હાલ સંપૂર્ણ સક્રિય થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા

ધોધ અને તેની આસપાસના વિસ્તારના ડ્રોન કેમેરામાં કેદ કરાયેલા દ્રશ્યોમાં ચારેકોર લીલાછમ્મ દ્રશ્યો જ જોવા મળી રહ્યા છે. વરસાદના કારણે વનરાજી ખીલ્લી ઉઠતા ડાંગ અને સાપુતારની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. ડાંગનો ગીરાધોધ અને આસપાસ વહેતા ઝરણા અને નદીઓ હાલ અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેંદ્ર બન્યા છે.

સહેલાણીઓને આજે નિરાશા મળી

ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે ડાંગના આદિવાસી સમાજ દ્વારા આજે બંધ પાળવામાં આવ્યું છે, જેને લઇને ફરવા પહોંચેલા સહેલાણીઓને નિરાશા મળી હતી. તમામ ફરવાના સ્થળો આજે બંધ રાખવામાં આવ્યા છે જેને લઇને દૂરથી આવેલા પ્રવાસીઓને ધરમનો ધક્કો થયો હતો.

ડાંગમાં આજ સવારથી જ મેઘમહેર યથાવત

​​​​​​​આજે સવારથી ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ડાંગની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લામાં વહેતી નદીઓમાં પણ ઉપરવાસનું પાણી આવતા નદીમાં નવા નીર આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments