અમદાવાદ : વસ્ત્રાપુરમાં કર્ણાવતી દાબેલીના માલિક અને કારીગરોએ ગ્રાહકને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ

0
23

વસ્ત્રાપુર વિસ્તારમાં સરદાર સેન્ટરમાં આવેલી કર્ણાવતી દાબેલી સેન્ટર નામની દાબેલીની દુકાનના કારીગર અને માલિકે ગ્રાહકને માર માર્યો હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ગ્રાહકે દુકાનમાં કયો સોસ છે એવું પૂછયું હતું જેથી કારીગરે આ બોટલવાળો સોસ છે લેવો હોય તો લો. એટલું જ નહીં તું દારૂ પીધેલો છે અને અગાઉ પણ બબાલ કરી ચુક્યો છે તેમ કહી બોલાચાલી કરી મારામારી કરી હતી. વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

રવિભાઈ પોતાના ત્રણ મિત્રો સાથે કર્ણાવતી દાબેલી સેન્ટર ગયા હતા
શાહીબાગમાં મહાવીર ફ્લેટમાં રહેતા અને કમિશન એજન્ટસ રવિભાઈ અગ્રવાલ ત્રણેક દિવસ પહેલા તેમના મિત્રને લોન કન્સલ્ટિંગ માટે વસ્ત્રાપુર સરદાર સેન્ટર પર બોલાવ્યાં હતા. ત્યારે રવિભાઈએ ત્યાં આવેલી કર્ણાવતી દાબેલી સેન્ટરમાં એક દાબેલી અને એક વડાપાવનો ઓર્ડર આપ્યો હતો. બાદમાં કાઉન્ટર પર કારીગરને કયો સોસ છે? તેવું પૂછતાં દુકાનમાં બેઠેલા વ્યક્તિએ બોટલવાળો સોસ છે લેવો હોય તો લો. રવિભાઈએ સોસ ન લેવાનું કહી અને ચટણી માંગી હતી.

દુકાનના લોકોએ ભેગા થઈને રવિભાઈને ગડદાપાટુનો માર માર્યો
બાદમાં રવિભાઈ બહાર તેમના મિત્ર સાથે બહાર ઉભા હતા ત્યારે કેમ મોટેથી ઉંચા અવાજે વાત કરો છો કહી કારીગરે બોલાચાલી કરી હતી. તમે દારૂ પીધેલા છો અને માથાકૂટ કરો છો તેમ કહી બબાલ શરૂ કરી હતી. દુકાના કારીગરોએ આક્ષેપ કર્યો હતો કે, આ ફરિયાદી રવિભાઈ અગાઉ પણ અનેક વખત ત્યાં આવીને માથાકૂટ કરી બબાલ કરતા હતા. બાદમાં દાબેલી સેન્ટરના માલિકને બોલાવવાનું કહેતા એટલી વારમાં માલિક આવી ગયા હતા. બોલાચાલી મારામારીમાં પરિણમી હતી અને રવિભાઈને દુકાનના લોકોએ ભેગા થઈને ગડદાપાટુનો માર માર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે રવિભાઈની ફરિયાદના આધારે દુકાનના શેઠ અને કારીગર સહિત ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here