દાંતા : કુંડેલ ગામે દબાણ હટાવ કામગીરી દરમિયાન વિધુત થાંભલો પડતા પોલીસકર્મી ઘાયલ.

0
236

દાંતા : કુંડેલ ગામે દબાણ હટાવ કામગીરી દરમિયાન વિધુત થાંભલો પડતા પોલીસકર્મી ઘાયલ.

 

  

 

દાંતા તાલુકાના કુંડેલ ગામે તાલુકા પંચાયત દાંતા દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે દબાણ હટાવાવ જતો એક વિધુત થાંભલો પોલીસ કર્મી ઉપર પડતો પોલીસ કર્મી ઘાયલ થતાં તેને તાબડતોબ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. દાંતા ટીડીઓએ પોલીસ કાફલા સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરી એક જ શેરીમાં ગરીબોના દબાણો તોડી પાડયા હતા અને અન્ય દબાણો ના તોડતા દબાણ હટાવ કામગીરીમાં ટીડીઓ સામે વ્હાલા દવાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપો ઉઠયા હતા.

 

રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here