ઝારખંડ : નક્સલી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં એક પોલીસકર્મી શહીદ, એક સ્થાનિકનું પણ મોત

0
7

ચાઇબાસા. ચાઇબાસા પશ્વિમી સિંહભૂમ જિલ્લાના કરાઇકેલા વિસ્તારના જોનો ગામમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં એક પોલીસ જવાન શહીદ થયા છે. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિનું પણ મોત થયું હતું. રિપોર્ટ પ્રમાણે અથડામણ એ સમયે થઇ જ્યારે જિલ્લા પોલીસ અને CRPFની એક સંયુક્ત ટીમ સર્ચ અભિયાન દરમિયાન ગ્રામીણ લોકો સાથે પૂછપરછ કરી રહી હતી.

આ દરમિયાન નક્સલીઓએ પોલીસ અને CRPFના જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. તેના જવાબમાં સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યું પણ નક્સલી ભાગી ગયા હતા. કોલ્હાન રેન્જના પોલીસવડા રાજીવ રંજન સિંહે ઘટનાની ખાતરી કરી હતી. અત્યારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. ચાઇબાસાના એસપી ઇન્દ્રજીત મહથાએ કોન્સ્ટેબલના શહીદ થવાની વાતની ખરાઇ કરીને કહ્યું- નક્સલી ત્યાં લોકોના ઘરોમાં છૂપાયેલા હતા. સર્ચ અભિયાન દરમિયાન પૂછપરછ કરતી વખતે તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

સ્થાનિકનું મોત થયું તે પોલીસનો મુખબિર હોવાની વાત

જાણકારી પ્રમાણે શહીદ પોલીસ કર્મચારીનુ નામ લખિન્દ્ર મંડલ છે. તેઓ એએસપી નાથૂરામ મીણાના બોડીગાર્ડ હતા. નક્સલીઓએ એએસપીને નિશાન બનાવીને ફાયરિંગ  કર્યું હતું પણ ગોળી લખિન્દ્ર મુંડાને લાગી. અથડામણમાં મૃત્યુ પામનાર પોલીસનો મુખબિર હોવાના રિપોર્ટ છે. અથડામણ બાદ બન્નેને ચક્રધપુર હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. શહીદ જવાન લખિન્દ્ર મુંડા ચાઇબાસાના ઝરઝરાના રહેવાસી હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here