રાજકોટ : પીજી માં રહેતી પોરબંદરની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

0
16

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલા પુષ્કરધામ સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ તરીકે પોરબંદરની વિદ્યાર્થિની રહેતી હતી. ત્યારે આ વિદ્યાર્થિનીએ ‘મને હવે નોકરી નહીં મળે’ તેવું ચિઠ્ઠીમાં લખી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસમાં વિદ્યાર્થિનીએ માનસિક તણાવના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે

મળતી વિગત મુજબ પુષ્કરધામ સોસાયટી શેરી નં. 4માં બ્લોક નં. 121માં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી પોરબંદર છાંયા વિસ્તારની ગુંજન અમરભાઇ ખીરા (ઉં.વ.28)એ ગઇકાલે રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. તેની સાથે રહેતી બે યુવતી ઘરે આવી ત્યારે દરવાજો બંધ હોઇ, ચાવીથી દરવાજો ખોલીને અંદર ગુંજનને લટકતી હાલતમાં જોતા 108ને જાણ કરી હતી. પરંતુ 108ની ટીમે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતક ગુંજન બે બહેનમાં નાની હતી. મોટી બહેન રાજકોટમાં ડોક્ટર છે અને પિતા પોરબંદરમાં વકીલ છે.

વિદ્યાર્થિનીએ માતા-પિતાને સંબોધીને સ્યુસાઇડ નોટ લખી

ગુંજને પી.એચ.ડી.સુધી અભ્યાસ કર્યો હતો. તેણે સ્યુસાઇડ નોટમાં માતા-પિતાને સંબોધીને લખ્યું હતું કે પોતે નોકરી માટે અલગ-અલગ જગ્યાએ નોકરી માટે પ્રયત્નો કરવા છતાં મેળ પડયો નહીં. ‘મને હવે નોકરી નહીં મળે’ તેમ લખ્યું હતું. માનસિક તણાવના કારણે આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here