દહેગામ : વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસે સ્વામી વિવેકાનંદજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો.

0
0

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દહેગામ તેમજ રખિયાલ ગ્રામ પંચાયતના સહયોગથી સ્વામી વિવેકાનંદ જીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો.

 

 

ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર ભાઇ મોદીનો જન્મદિવસ નિમિત્તે દહેગામ તાલુકાના રખિયાલ ગામ પંચાયત કચેરી ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દહેગામ અને રખિયાલ ગ્રામ પંચાયત કચેરીના સહયોગથી ભારતમાતા અને સ્વામી વિવેકાનંદની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્યશ્રી બલરાજસિહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી શ્રી રૂબી બેન રાજપુત, દહેગામ નગરપાલિકા પ્રમુખ બિમલભાઈ અમીન, દહેગામ તાલુકા શહેરના ભાજપના પ્રમુખશ્રીઓ ગામના સરપંચ ગીતાબેન ચૌધરી, તલાટી શરીના બેન તથા દહેગામ ભાજપના યુવા મોરચાના આગેવાનો અને ભાજપના હોદ્દેદારો તેમજ દહેગામ તાલુકા અને શહેરના મહામંત્રીઓ તથા અન્ય ગ્રામજનો પંચાયતના સભ્યો તથા અન્ય આગેવાનો હાજર રહેવા પામ્યા હતા.

બાઈટ : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

પ્રથમ તો ભગવાનની કથા કરીને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અને સ્વામી વિવેકાનંદજીની મૂર્તિને આગેવાનોએ ફૂલહાર પહેરાવીને તેમની પૂજન વિધિ કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારી નીતિ નિયમોનું ચુસ્ત પાલન સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે આ જ ગામના આગેવાન શ્રી રમણભાઈ ચૌધરી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

દહેગામ તાલુકાના રખિયાલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સ્વામી વિવેકાનંદ ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે દહેગામ તાલુકાના ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી અને ભાજપના હોદ્દેદારો અને અન્ય આગેવાનો હાજર રહેવા પામ્યા વંદે માતરમના ગીત સાથે શરૂઆત થવા પામી હતી.
ભારત માતાની જય ના નારા સાથે આ કાર્યક્રમનુ સમાપન કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here