પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળે પ્રાર્થનાસભા યોજાઇ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામેલ થયા છે. તેમજ રાજ્યસભા સાંસદ રામ મોકરિયા અને રમેશ ધડૂક પણ સામેલ થયા છે. તથા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ પ્રાર્થનાસભામાં જોડાયા છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પર મુખ્યમંત્રી સહિત મહાનુભાવો પ્રાર્થના સભામાં જોડાયા છે. આજે બાપુના જન્મદિવસે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થનામાં રાજકીય નેતાઓ જોડાયા છે. સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્થાનિક આગેવાનો, સામાજિક સંસ્થાના હોદેદારો પણ જોડાયા છે. તેમજ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, સાંસદ રમેશ ધડુક, મંત્રી કુંવરજી બાવડીયા, તાલુકા, જિલ્લા ના હોદેદારો પણ પ્રાર્થના સભામાં જોડાયા છે.
ગાંધી જન્મ જયંતિની ગુજરાતમાં અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યમાં ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાશે. આજથી 31 ઓક્ટોબર સુધી કાર્યક્રમ યોજાશે. તથા ગાંધી જયંતિથી સરદાર પટેલ જયંતિ સુધી કાર્યક્રમનું આયોજન થશે. તમામ 33 જિલ્લા અને 4 મહાનગરમાં કાર્યક્રમ યોજાશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. તથા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે. સ્થાનિક ઉત્પાદન પ્રચાર પ્રસાર, પ્રદર્શન સહિતના કાર્યક્રમ યોજાશે. 4 મહાનગરમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં કાર્યક્રમ યોજાશે.
પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળે પ્રાર્થનાસભા યોજાઇ
- Advertisement -
- Advertisment -