પ્રાર્થના સભા : સુશાંત સિંહ રાજપૂત માટે તેના પટનાના ઘરે પ્રાર્થના સભા યોજાઈ,

0
0

સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ 14 જૂને થયું હતું. મુંબઈના તેના ઘરે 34 વર્ષીય એક્ટરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી હતી. મૃત્યુના એક અઠવાડિયા બાદ તેના હોમટાઉન પટનામાં પિતા કે.કે સિંહ અને બહેનોએ સુશાંત માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે.

સુશાંતના અંતિમ સંસ્કાર 15 જૂને મુંબઈમાં જ થયા હતા. ત્યારબાદ તેની યુએસ વાળી બહેન શ્વેતાના આગમન બાદ પરિવારે સુશાંતની અસ્થિનોનું પટનામાં જ ગંગા નદીમાં વિસર્જન કર્યું હતું. પટનામાં સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ તેના ઘરે ગયા હતા અને પરિવારને મળ્યા હતા.

સુશાંત આત્મહત્યા કેસ મામલે મુંબઈ પોલીસની ત્રણ ટીમ કાર્યરત છે. સુશાંત છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. પોલીસ તેના પરિવારના સભ્યોની સાથે તેના મિત્રો અને તેની સાથે કામ કરી ચૂકેલ લોકોની પૂછપરછ કરી રહી છે. પ્રોડક્શન હાઉસ પાસેથી સુશાંત સાથે સાઈન કરેલ ફિલ્મના કોન્ટ્રાકટની કોપી મગાવીને પ્રોફેશનલ એન્ગલથી પણ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here