ગર્ભવતી પરિણીતાને બે વ્યક્તિઓએ ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

0
0

વસોના દાવડામાં રહેતી એક પરિણીત યુવતીએ ગામમાં આવેલા ચર્ચમાં જઈ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જે મામલે ભારે વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે ગામના બે વ્યક્તિઓએ તેની સાથે ઝઘડો કરી તેની સાથે ઝપાઝપી કરી ધક્કો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. યુવતી ગર્ભવતી હોય આ ધક્કામુક્કીમાં તેને પેટમાં ઈજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બાબતે બે વ્યક્તિઓ સામે વસો પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ છે.

વસો તાલુકાના દાવડામાં રહેતી યુવતીના લગ્ન કિશોરભાઈ પ્રેમજીભાઈ જાદવ નામના યુવક સાથે થયા છે. પરિણીતા બેંકમાં નોકરી કરતી હોય તે દાવડા ખાતે તેની માતા તેમજ પોતાના પતિ સાથે રહેતી હતી. પરિણીતા તાજેતરમાં દાવડામાં આવેલા ચર્ચ જઈ એક વીડિયો બનાવી સોશિયલ પર અપલોડ કર્યો હતો. જેથી ખિસ્તી સમાજના લોકોને આ અંગેની જાણ થઈ હતી. આ બાબતે સમાજના ધર્મગુરૂ એ પરિણીતાને આ વીડીયો ડીલીટ કરવા માટે જણાવ્યું હતું જેથી પરિણીતાએ વિડીયો ડીલીટ કરી દીધો હતો અને ધર્મગુરુ પાસે માફી પણ માંગી લીધી હતી.

વીડિયો ડીલીટ કર્યા બાદ ગામમાં રહેતા વિલ્સન પાઉલ ભાઈ પરમાર તેમજ પ્રશાંત પરમારે આ વીડિયો મુદ્દે ગતરોજ પરિણીતા સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી તેને ધક્કો મારીને નીચે પાડી દીધા હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરિણીતા ગર્ભવતી હોય તેને પેટમાં ઇજા થઇ હતી. જેથી સારવાર માટે દાખલ કરાઈ હતી. આ બનાવ અંગે પરિણીતાના પતિ કિશોર જાદવે વસો પોલીસમાં વિલ્સન પરમાર તેમજ પ્રશાંત પરમાર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here