અમદાવાદ : જૂની વી.એસ હોસ્પિટલમાં સારવાર ન મળતા ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં 2 જોડિયા બાળકના મોત થયા

0
1
  • સગર્ભાની કન્ડિશન સિરિયસ હોવાથી તેને વી.એસ હોસ્પિટલમાં લઇ જવાઈ હતી
  • મહિલાના પરિવારજનો આજીજી કરતા રહ્યા પણ એક કલાક બાદ પણ સારવાર ન મળી
  • આખરે મહિલાને અન્ય હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં મહિલા અને તેના બાળકોના મોત થયા છે
  • અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક વીડિયો વાયરલ કર્યો છે

અમદાવાદ. સતત વિવાદમાં રહેતી જૂની વી.એસ હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા સારવાર માટે 1 કલાક ટળવળતી રહી અને આખરે સારવાર ન મળતા અન્ય હોસ્પિટલમાં લઈ જવી પડી હતી. પરંતુ સમયસર સરવાર ન મળતા ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં રહેલા બે જોડિયા બાળકોના મોત નિપજ્યા હતા. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક વીડિયો વાયરલ કર્યો છે અને વી.એસની બેદરકારીના કારણે તેમના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે.

મહિના અને તેના બાળકોના મોત પાછળ વી.એસ જવાબદાર: કોંગ્રેસ

દરિયાપુરમાં ડબગરવાડમાં રહેતી રોજબીબનું ગર્ભવતી હોવાના કારણે તેમને પ્રસવપીડા શરૂ થઈ હતી. તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂની વી.એસ હોસ્પિટલમાં લઈ જવાય હતા. જ્યાં એક કલાક સુધી તેમની સારવાર કરવા ડોક્ટર એક-બીજાને ખો આપતા રહ્યા હતા. અને આખરે રોજીબીબીને સિફા હોસ્પિટલમાં લઈ જવાય હતા. જ્યાં તેમની સાથે તેમના ગર્ભમાં બે જોડિયા બાળકોના મોત નિપજ્યા હતા. આ સમગ્ર બાબતનો કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીએ વીડિયો વાયરલ કરીને જણાવ્યું હતું કે, જૂની વી.એસ હોસ્પિટલમાં ખભાટી તાળા મારવાની વૃત્તિ ના કારણે 3ના મોત થયા છે. આ લોકોના મોત પાછળ વી.એસ હોસ્પિટલની બેદરકારી ભરી સારવાર જવાબદાર છે.