પપ્પાને બર્થ-ડે વિશ કરવા પતિ સાથે એક્ટિવા પર જતી ગર્ભવતીને કન્ટેનરે 20 ફૂટ ઢસડીને કચડી નાંખી, ઘટના CCTVમાં કેદ

0
12

કઠણ કાળજાના માનવીને પણ રડતા કરી દે તેવો બનાવ મોડાસા શહેરમાં બન્યો હતો. જેમાં એક સગર્ભાનું કન્ટેનરના ટાયરો નીચે ચગદાઈ જવાથી મોત થયું હતું. ગઈકાલે બપોરે પોણા એક વાગ્યાના અરસામાં આ અકસ્માત બન્યો હતો. એક્ટિવા પર પિતાના ઘરે બર્થ ડે વિશ કરવા પતિના એક્ટિવા પર જતી પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. આ અકસ્માતનો ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

CCTVમાં અકસ્માતનો ઘટનાક્રમ કેદ થયો

મોડાસાના સહયોગ બાયપાસ ચોકડી પર એક એક્ટિવાસવાર દંપતી સામેની દિશામાં જવા માટે પ્રયાસ કરતું સીસીટીવીમાં દેખાય છે. ટ્રક સહિતના વાહનોની અવરજવર યથાવત છે. દરમિયાન સામેની સાઈડથી ઝિબ્રા ક્રોસિંગ પર એક્ટિવાચાલક આગળ વધે છે. તેવામાં ત્યાં એક કન્ટેનર વળાંક લે છે. કન્ટેનરની સ્પીડ જોઈને એક્ટિવા ચાલક ઝિબ્રા ક્રોસિંગ પર એક્ટિવાને બ્રેક મારીને રોકી દે છે. પરંતુ પૂરપાટ જતું કન્ટેનર રોકાતું નથી અને એક્ટિવાને અડફેટે લે છે. અડફેટે લીધા બાદ પણ કન્ટેનર રોકાતું નથી અને આગળ વધે છે અને તેના ટાયર નીચે ગર્ભવતીને કચડે છે. કન્ટેનરની આગળ એક્ટિવા પર સવાર પતિ ઉછળીને રોડ પર પડે છે પછી દોડતો-દોડતો તેની પત્ની પાસે આવીને ઊભી કરે છે. લોકોના ટોળેટોળા ઉમટે છે.

સોમવાર બપોરનો બનાવ

મોડાસા સહયોગ બાયપાસ ચોકડી પર એક્ટિવા પર પસાર થઇ રહેલા દંપતીને કન્ટેનરે અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. એક્ટિવા પાછળ બેઠેલી સર્ગભાના શરીર પર કન્ટેનરના ભારે ભરખમ ટાયર ફરતા મોત થયું હતું અને એક્ટિવાચાલક પતિનો આબાદ બચાવ થયો હતો. હાલ અકસ્માતના સીસીટીવી કેમેરા વિડિયો સોશ્યિલ મીડિયામાં વાઈરલ થયા છે.

પતિએ ફરિયાદ નોંધાવી

અકસ્માત મામલે મોડાસામાં માલપુર રોડ પર આરાધના સોસાયટીમાં રહેતા ભરતકુમાર નટવરલાલ ભાવસારે ફરિયાદ નોંધાવી હતી. એક્ટિવા પર બેઠેલા 24 વર્ષીય કૃપાબેન પાર્થ ભાવસારના શરીરે ઇજાઓ થતાં મોત થયું હતું. હતું અને 20 ફૂટથી વધુ ઘસડાઈ હતી. અકસ્માત સર્જીને કેન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here