Sunday, November 28, 2021
Homeઅમદાવાદ : સંબંધ રાખવાનો ઇન્કાર કરતાં એક તરફી સનકી આશિકે મહિલાના પેટમાં...
Array

અમદાવાદ : સંબંધ રાખવાનો ઇન્કાર કરતાં એક તરફી સનકી આશિકે મહિલાના પેટમાં માર્યો છરો

સંબંધ રાખવાનો મહિલાએ ઈન્કાર કરતાં ઊશ્કેરાયેલા શખ્સે પેટમાં છરો મારી દીધો, ધરપકડ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં રમિયોગીરી કરતા લોકોના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા જ રહે છે. ક્યારેક ક્યારેક તો એક તરફી પ્રેમમાં પાગલ યુવકો ગંભીર પ્રકારનો ગુનો પણ કરી બેસતા હોય છે. કંઇક આવો જ કિસ્સો હાલમાં અમદાવાદ શહેરમાં બન્યો છે. જેમાં સંબંધો બાંધવાનું ના પડતાં એકતરફી પ્રેમીએ મહિલાને પેટમાં છરો મારી દીધો.

ઘટનાની વિગત મુજબ, જમાલપુરમાં ખાતે રહેતા કલ્પનાબેન પરમાર થોેડાં મહિના અગાઊ તે પોતાનાં ટીવીનું રીચાર્જ કરવા બહાર ગયા ત્યારે તેમણે બહેરામપુરા મેલડીમાતાનાં મંદિર નજીક ઊભેલા એક યુવકને રીચાર્જની દુકાન અંગે પૂછતાં તેણે પોતાનાં જ મોબાઈલ ફોનમાંથી રીચાર્જ કરી આપ્યું હતું. અને પોતે કમલેશ ચાવડા બહેરામપુરા રામ રહીમનાં ટેકરા ખાતે રહેતાં હોવાનું કહ્યું હતું.

કમલેશ ચાવડા અવારનવાર ફોન તેમજ કલ્પનાબેનનો પીછો કરતો હતો. દરમિયાન દોઢ મહિના અગાઊ કલ્પનાબેન ભુલાભાઈ ચાર રસ્તા જતાં હતા ત્યારે કમલેશે તેમને રસ્તામાં અટકાવીને કહ્યું, હું તને પ્રેમ કરું છું’ જો કે કલ્પનાબેને આવાં બધા ચક્કરમાં ન પડવાનું કહેતા ઊશ્કેરાયેલા કમલેશે પોતાને જાતે જ બ્લેડો મારવા લાગ્યો હતો.

ત્યારબાદ સોમવારે બપોરે સાડા બાર વાગ્યે કલ્પનાબેન ભુલાભાઈ પોલીસ ચોકી પહોંચતા કમલેશે ફરી તેમને આંતરી લીધા હતા અને બંને હાથ પકડીને કલ્પનાબેન કંઈ સમજે એ પહેલાં જ પોતાની પાસેનો છરો તેમનાં પેટમાં હુલાવી દીધો હતો. અને કોઈને કહ્યું તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

જેથી ગભરાયેલા કલ્પનાબેને કોઈને આ બાબતે જાણ કરી ન હતી. અને ખાનગી દવાખાનામાં જ ટાંકા લેવડાવ્યા હતાં. જાે કે બીજા દિવસે જ તેમને પેટમાં દુખાવો ઊપડતાં વધુ સારવાર માટે એલજી હોસ્પિટલ લવાયા ત્યારે ડોક્ટરે તેમનાં આંતરડામાં નુકસાન પહોંચ્યું હોવાનું કહ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતાં કલ્પનાબેને સમગ્ર હકીકત પોલીસને જણાવતાં કાગડાપીઠ પોલીસે કમલેશ ચાવડાની અટક કરવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments