દહેગામ : મ્યુનિ.બોયઝ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને માનસિક રોગના લક્ષણો વિશે માહિતી આપતો કાર્યક્રમ યોજાયો.

0
105

મ્યુનિ.બોયઝ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને માનસિક રોગના લક્ષણો વિશે માહિતી આપતો કાર્યક્રમ યોજાયો.
ગાંધીનગર સિવિલના ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને ,માહિતી આપવામાં આવી.
આ પ્રસંગે મ્યુનિસિપલ બોઇજમાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ મ્યુનિસિપલ બોયઝ હાઈ સ્કૂલ ખાતે આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમનું આયોજન ડોક્ટર વિધિ મોદી અને ડોક્ટર વિશાલ ગોર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને અનુરૂપ આ શાળાના વિદ્યાર્થીઓની બેઠક રાખી ને માનસિક બીમારી માટેની જાગૃતિ માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

બાઈટ : વિધિ મોદી , ડોક્ટર, ગાંધીનગર.

આ જાગૃતિ કાર્યક્રમ મુખ્યત્વે ઉદાસીન રોગ, આત્મહત્યા નિવારણ, સ્ટેટમેન્ટ પરીક્ષાને લગતી માર્ગદર્શન અને વિવિધ પ્રકારની માનસિક બિમારીઓ માટે ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને જણાવ્યું હતું કે માનસિક બિમારીઓ જેવી કે કશુંક ગમતું નહીં, ઉંઘ ઓછી આવવી, ભૂખ ઓછી લાગવી, નાની નાની વાતમાં ચિડાઇ જવું, થાક લાગવો, હતાશ થઈ જવું આ બધા માનસિક રોગના લક્ષણો ગણવામાં આવે છે તેના માટે ચિંતા કરવાની જરૂર નથી. સમયસર આરોગ્યની તપાસ કરાવી તેમજ સાવચેતીના પગલાં ભરવા.

હાલમાં સરકારી દવાખાને તેના માટે સારવાર પણ આપવામાં આવે છે કે કયા પ્રકારનું ધ્યાન રાખો અને કયા નિયમો પાળવા અને શો ઉપાય કરવો. તેના માટેની વિગતવાર માહિતી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી. કોઈપણ વ્યક્તિને માનસિક બીમારી હોય તો દર મહિનાના પહેલા ગુરુવારે દહેગામ સરકારી દવાખાને વિઝીટ લેવામાં આવે છે તેના માટે કોઇ ચાર્જ પણ લેવામાં આવતો નથી. તો આવા દર્દીઓએ દહેગામ સરકારી દવાખાના નો સંપર્ક કરવો. સાથે સાથે વેક્સિનની રસી મુકવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here