ગાંધીનગર : દહેગામ : કોલેજ અને મ્યુનિસિપલ હાઇસ્કૂલ ખાતે મતદાન ગણતરી વિશેની માહિતી આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

0
226

દહેગામ કોલજ અને મ્યુનિ.હાઇસ્કુલમાં સ્થાનિક ચૂંટણીઓની મતગણતરીની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમને અનુસરીને દહેગામ પી.આઇ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ કોલેજ હોલમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મત ગણતરી છે. ત્યારે આજ રોજ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી જે. એમ. ભોરણીયા ના અધ્યક્ષ સ્થાનમાં ઉમેદવારો અને તેમના એજન્ટોને મતદાન ગણતરીનું કઈ રીતે આયોજન કરવું અને ઉમેદવારોને કઈ રીત ને માહિતી આપવી તથા ઈવીએમ મશીનની વિશેની વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી.

બાઈટ : જે.એમ. ભોરણીયા : ચૂંટણી અધિકારીનું પ્રાસંગિક પ્રવચન, દહેગામ.

તેમજ મ્યુનિસિપલ હાઇસ્કૂલ ખાતે ચૂંટણી અધિકારી દ્વારા કર્મચારીઓને વિસ્તૃત માહિતી આપી અને કર્મચારીઓએ મતદાન મથક ઉપર કેવા સાવચેતીના પગલાં લેવા તે વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મતદાન ગણતરી દહેગામ જિલ્લા તાલુકાની કોલેજ ખાતે યોજવામાં આવી છે. દહેગામ નગરપાલિકાની ગણતરી મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે રાખવામાં આવી છે.

તેના માટે કોલેજ મતદાન મથકો ઉપર ચૂંટણી અધિકારી જે. એમ. ભોરણીયા અને ચૂંટણી અધિકારી એચ.એલ.રાઠોડ અને ચૂંટણી અધિકારી રૂબી બેન રાજપૂત નગરપાલિકાના ચૂંટણી અધિકારી જીજ્ઞાશા બેન વેગડા તથા નાયબ મામલતદાર જે.સી. રાવલ અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ જેવા અધિકારીઓએ હાજર રહેવા પામ્યા હતા.આજ ના આ કાર્યક્રમમાં કોલેજ હોલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહેવા પામ્યા હતા. ચૂંટણી અધિકારી દ્વારા તમામ સરકારી કર્મચારીઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here