દહેગામ : મહાસુખ નાતની વાડીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સ્વરાજની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

0
50

દહેગામમાં સુખનાથની વાડીમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પૂર્વ તૈયારીરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહેવા પામ્યા હતા.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ મહાસુખનાથની વાડીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દહેગામ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો આજ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેવા પામ્યા હતા. આજની આ મિટિંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગેની વિસ્તૃત માહિતી આવેલા આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપીને આપવામાં આવી હતી.

 

 

તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી સૂર્યસિહ ડાભી પ્રાંતિજના માજી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સ્થાનિક માજી ધારાસભ્ય કામિનીબા રાઠોડ તેમજ અન્ય આગેવાનો તેમજ જિલ્લા અને તાલુકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ આજની મીટિંગમાં મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા. અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ઇચ્છુક ઉમેદવારોને જે ટિકિટ ફાળવવામાં આવશે તેમાં કોઈ અસંતોષ રાખવો નહીં અને પાર્ટી સાથે રહીને ખભે ખભા મિલાવીને કામ કરવું તે વિસ્તૃત માહિતી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સૂર્ય સિંહ ડાભી આપી હતી. આવનારી ચૂંટણીઓ માટે હવે સૌ ભેગા મળીને પૂર્વ તૈયારીનો શુભારંભ કરી દેવો અને દહેગામ ખાતે કોંગ્રેસની વધુ સીટો આવે તેના માટે પ્રયત્નશીલ બની જવું જોઈએ. તે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આજના પ્રસંગે સરકારી આ કોંગ્રેસની મિટિંગમાં હાજર રહેલા સર્વે એ સાથ સહકાર આપવાની પૂરેપૂરી ખાત્રી આપી હતી.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર