લાખણી : રહેણાક મકાનમાંથી 1 લાખનો તમાકુ, બીડી, ગુટખાનો જથ્થો ઝડપાયો

0
0

લાખણીમાં રહેણાક મકાનમાંથી 1 લાખનો તમાકુ, બીડી, ગુટખાનો જથ્થો ઝડપાયો

જાહેરનામાનું ઉલ્લંઘન કરી ખાનગીમાં વેપાર કરતાં ઈસમને પોલીસે મુદામાલ સાથે ઝડપ્યો.

લાખણી : લાખણીમાં આવેલ એક સોસાયટીમાં રહેણાક મકાનમાં તમાકુ,બીડી, સિગારેટ,ગુટખા તેમજ પાન મસાલાનું વેચાણ થતુ હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી એક લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

લાખણી ખાતે આવેલી આનંદનગર સોસાયટીમાં એક રહેણાક મકાનમાં કોરોનાની મહામારી સમયે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનુ ઉલ્લંઘન કરી પ્રતિબંધિત તમાકુ, બીડી, સિગારેટ, ગુટખા પાન મસાલાનો ઊંચા ભાવે વેપાર થતો હોવાની ખાનગી બાતમી મળતા આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.કે.ગોસાઇ, રઘુરામ જોષી,  પુરષોતમભાઇ પુરોહિત, જગદીશકુમાર, અરજણજી વગેરે સ્ટાફની સાથે લાખણી ખાતે પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરતા ત્યાંથી અલગ અલગ જાતની બીડીયો, સિગારેટ, તમાકુના ડબ્બા, ગુટખા, પાન મસાલા સહિતનો મુદ્દામાલ પાકા ધાબા વાળા રહેણાક મકાનમાં ખાખી પુંઠાના બોક્ષમાં તથા પ્લાસ્ટિકના કટામાંથી મળી આવ્યો હતો. જે બાબતે મકાન માલિકને પૂછતાં સંતોષકારક જવાબ ન મળતા પોલીસે રૂ. 103193/- ના મુદ્દામાલ સાથે મકાન માલિક રમેશભાઇ તગારામ ખત્રી રહે. આનંદનગર સોસાયટી, લાખણી (મૂળ રહે.જાલીખેડા, તા. ગુડામાલાણી, રાજસ્થાન) વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુટખા,બીડીના ઊંચા ભાવ વસૂલાતા હતા.

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી સામેની લડતમાં તમાકુ,બીડી,ગુટખાનો વેપાર પ્રતિબંધિત છે. ત્યારે લાખણીમાં ગુટખાના પેકેટ 130 – 180 ની જગ્યાએ 800 – 1500 રૂપિયા તેમજ બીડી ગડીના 25 ની જગ્યાએ 80 – 100 રૂપીયા જેટલા ઉંચા ભાવ વસૂલાતા હોવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની હતી. જ્યા પોલીસે સફળ રેડ કરી મુદ્દામાલ ઝડપી લીધો હતો.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here