સુરત : ડુંગળીની આડમાં ટ્રકમાં લઈ જવાતો 24 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

0
5

સુરત. રાજયમાં દારૂબંધી હોવા છતાં લોકડાઉનમાં રાહત અપાતા જ દારૂની હેરાફેરી શરૂ થઈ ગઈ છે. કોસંબા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રેક ટ્રકની તપાસ કરાઈ છે. જેમાંથી ડુંગળીની આડમાં છુપાવેલો 24 લાખનો વિદેશી દારૂ મળી આવે છે. જેથી પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક સાથે ડ્રાઈવર-ક્લિનરને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે ટ્રક ઝડપાઈ

કોસંબા પોલીસના એએસઆઈ કકસનરાવ તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ બાપાભાઈને બાતમી મળી હતી. જેના આધારે ટ્રક નંબર એમએત 18એમ 5668ને કિમ ચાર રસ્તાથી કિમ ગામ તરફ જતાં રસ્તા પર વોચ ગોઠવીને ઝડપી લેવાની તૈયાર કરાઈ હતી. ટ્રક આવાં તેને ઈશારો કરી સાઈડમાં રોકવા માટે કહેવામાં આવ્યું હતું.

પોલીસે પીછો કરીને ટ્રકને ઝડપી લીધી

પોલીસે ઈશારો કર્યો હોવા છતાં ટ્રક ડ્રાઈવર અમદાવાદથી મુંબઈ જતા રોડના સર્વિસ રોડ પરથી ટ્રકને કિમ ચાર રસ્તા માંડવી રોડ તરફ દોડાવવા લાગ્યો હતો. જેથી પોલીસને ટીમે પીછો કરીને માંડવીના ભાટકોલ ગામના પાટીયા પાસે ટ્રકની સાથે ડ્રાઈવરને પકડ્યો હતો. ડ્રાઈવરે પુછપરછમાં તેનું નામ અજુનગ કુમાર વંશરાજ યાદવ રહે. નૌગરેહી ગામ લંબાહુ તાલુકો  ઉત્તરપ્રદેશના વતની હોવાનું કહ્યું હતું. જ્યારે ક્લિનરનું નામ યોગેશભાઈ શંભુભાઈ મિસ્ત્રી ભરૂચનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું.

384 પેટી દારૂ ઝડપાયો

ટ્રકમાંતપાસ દરમિયાન પોલીસને ડુંગળીની આડમાં છુપાવેલો 384 પેટી દારૂ જેમાંની 4608 બોટલ તેની અંદાજે કિંમત 23 લાખ 4 હજાર આસપાસ થાય છે. સાથે જ ડુંગળીની 115 બોરી જેની કિંમત 17 હજાર બસ્સો રૂપિયા અને રોકડા 16 હજાર એકસો પચાસ રૂપિયા મળ્યાં હતાં. ટ્રકની કિમત 7 લાખ અને 3 મોબાઈલની કિંમ 20 હજાર પાંચસો રૂપિય મળી કુલ 30 લાખ 57 હજાર નવસોનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જ્યારે દારૂ આપનાર વિનોદ જેનાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ જેને ત્યાં દારૂ ઉતરવાનો હતો તે ધવલ જૈસ્વાલને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here