અમદાવાદ : સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો.

0
9

અમદાવાદ શહેરમાં વધુ એક ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ દારૂ ઝડપી પાડવામાં PCBને સફળતા મળી છે.

PCB ના પીએસઆઇ એ.ડી ચાવડાની ટીમે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કુબેરનગર રેલ્વે પાટાની બાજુમાં ઠાકોરવાસની સામે આઝાદ માર્કેટીંગ એન્ડ મેન્યુફેક્ચરીંગ પાસે દારૂ વેચાતો હોવાની બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે ચોક્કસ જગ્ગા પર રેડની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 597 બોટલો કબ્જે કરી હતી. જેની કિંમત 72 હજાર જેટલી થાય છે.

પોલીસે 72 હજારનો દારૂ, મોબાઇલ તેમજ ટુ વ્હીલર સહિત 1 લાખ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વોન્ટેડ આરોપી રાજુ ઉર્ફે રૂપચંદ કિષ્ના (રહે. મ.નં.360, સિન્ધી કોલોની, બગીચાની પાછલ, સરદારનગર) અને શ્રવણ ઉર્ફે બલીયો જોરાજી ઠાકોર (રહે. વાલ્મીકી આવાસ યોજના, નોબલનગર) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here