Tuesday, March 25, 2025
HomeઅમદાવાદAHMEDABAD : અમદાવાદની શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસમાં પાર્સલની આડમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો

AHMEDABAD : અમદાવાદની શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસમાં પાર્સલની આડમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો

- Advertisement -

અમદાવાદમાં વિદેશથી આવતો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે જેમાં શાહિબાગની ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી ગાંજો ઝડપાયો છે,110 જેટલા પાર્સલમાં વસ્તુની આડમાં ગાંજો આવ્યો હતો,અમેરિકા, કેનેડા, થાઈલેન્ડથી આવ્યા હતા પાર્સલ અને અમદાવાદ સહિત 10 જિલ્લામાં જવાના હતા પાર્સલ પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે,ગાંજાની સાથે લિક્વિડ કેમિકલ ડ્રગ્સ હોવાની શક્યતા પણ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.અમેરિકામાંથી પાર્સલ આવ્યું હતુ જેમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો હતો.અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી અન્ય આરોપીઓને લઈ પૂછપરછ હાથધરી છે.

નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.નાર્કો રિવોર્ડ પોલિસી લૉન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે,ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ.

ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને એટલે જ તે ડ્રગ્સ પકડવામાં દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત માદક પદાર્થોના દુરુપયોગને રોકવાના હેતુથી બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય છે. ડ્રગ્સને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસોમાં પોલીસ, કર્મચારીઓ/અધિકારીઓ અને બાતમીદારો પણ મહત્વનો ભાગ ભજવે છે. બાતમીદારોના જોખમને ધ્યાનમાં લેતાં અને રાજ્યમાં કેફી પદાર્થોનો વ્યાપાર અટકાવવા માટે ગુજરાત સરકારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બાતમીદારોને પ્રોત્સાહન આપવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી શરૂ કરી હતી. આ રિવોર્ડ પોલિસીનું અમલીકરણ સરકારના ગૃહ વિભાગ હેઠળ થાય છે.

1. બાતમીદારો, જેમણે આપેલી માહિતી નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો તેમજ NDPS ઍક્ટ 1985 હેઠળ ગેરકાયદે હસ્તગત કરેલી મિલકતની જપ્તી તરફ દોરી જાય છે.

2. NDPS ઍક્ટ 1985 હેઠળ અધિકૃત અધિકારીઓ, જેઓ ગેરકાયદે પદાર્થોની જપ્તી કરે છે, સફળ ઇન્વેસ્ટિગેશન/પ્રોસિક્યુશન હાથ ધરે છે અને પોસ્ટ ઇન્વેસ્ટિગેશન કાર્ય દ્વારા ગુનો સાબિત કરે છે.

3. અન્ય વિભાગના અધિકારીઓ, જેઓ NDPS ઍક્ટ 1985ની જોગવાઈઓનું ઉલ્લંઘન સામે લાવવામાં મદદ કરે છે.

બાતમીદારે જપ્તીના સંદર્ભમાં આપેલ માહિતીની વિશિષ્ટતા અને ચોકસાઈ, લેવામાં આવેલ જોખમ અને તેનું પ્રમાણ વગેરે બાબતો રિવોર્ડની રકમ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. તો સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા સફળ જપ્તી થઈ હોય તેવા કિસ્સાઓમાં તેમણે કરેલા વિશેષ પ્રયત્નો, કાર્યવાહીમાં લીધેલું જોખમ, સતર્કતા, પ્રતિબંધિત પદાર્થ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ થઈ છે કે કેમ વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. જે અધિકારી કે કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગરૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રિવોર્ડ આપવામાં આવતો નથી.

NDPS ઍક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની ગેરકાયદેસર કિંમતના 20% સુધીની રકમ રિવોર્ડને પાત્ર હોય છે. સરકારી કર્મચારીઓ માટે તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન આ રિવોર્ડની મહત્તમ મર્યાદા ₹20 લાખ છે, જયારે એક જ કેસમાં કોઈ વ્યક્તિગત કર્મચારી કે અધિકારીને આપવામાં આવતી મહત્તમ રકમ ₹2 લાખ સુધીની છે. કોઈ ખાનગી વ્યક્તિએ ઑફિસ વર્કમાં મદદ કરી હોય તેને દરેક કેસ દીઠ ₹2500નો પુરસ્કાર આપવામાં આવે છે. કોઈ બાતમીદાર કે સરકારી કર્મચારીનું મૃત્યુ થઈ જાય તો તેમનો રિવોર્ડ તેમના કાનૂની વારસદાર કે નોમિનીને આપવામાં આવી શકે છે. આ રિવોર્ડ સંપૂર્ણપણે ઇનામ તરીકે ચૂકવવામાં આવે છે અને સક્ષમ સત્તાતંત્ર આ રિવોર્ડને મંજૂર કરે છે.

નાર્કો રિવોર્ડ પોલિસી અંગે જાગૃતિનું પરિણામ એ આવ્યું છે કે NDPS ઍક્ટ, 1985 હેઠળ નોંધાયેલા કેસમાં અને ડ્રગ્સની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2021માં રિવોર્ડ પોલિસી લૉન્ચ થઈ ત્યારથી ડિસેમ્બર 2024 સુધીમાં ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને 2500 થી વધુ આરોપીઓ સામે આવ્યા છે. આ પોલિસી હેઠળ અત્યારસુધીમાં DGP કમિટીએ 64 લોકો માટે રિવોર્ડ તરીકે ₹51,202 મંજૂર કર્યા છે. તો ACS, ગૃહ સ્તરની કમિટીએ 169 લોકો માટે ₹6,36,86,664 રિવોર્ડની રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત, 737 લોકોને કુલ ₹5,13,40,680 રિવોર્ડ આપવાનો પ્રસ્તાવ NCB કમિટીને મોકલવામાં આવ્યો છે.

 

 

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular