ગોધરા સબ જેલનો કાચા કામનો કેદી વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરાર

0
3

વડોદરા શહેરની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવેલો ગોધરા સબ જેલનો હત્યાનો આરોપી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. જોકે, ફરાર થઇ ગયેલા આરોપીના કલાકો પછી પણ કોઇ સગડ મળ્યા નથી. નોંધનીય છે કે, સોમવારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કુખ્યાત બુટલેગર જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જે હજુ સુધી મળી આવ્યો નથી. ત્યાં બીજો આરોપી ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે.

બપોરના સમયે કાચા કામનો કેદી ફરાર થઇ ગયો

ગોધરા સબ જેલમાંથી હત્યાના કાચા કામના આરોપી જયંતિ પ્રતાપ નાયકને વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં 22 મેના રોજ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. કાચા કામના કેદી સાથે ગોધરા પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ જવાનો જાપ્તામાં હતા. સારવાર લઇ રહેલ આરોપી જયંતિ નાયક 24 મેના રોજ બપોરના સમયે મેન્ટલ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો.

પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી

વડોદરા કારેલીબાગ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે હત્યાના આરોપી જયંતિ નાયકને મેન્ટલ હોસ્પિટલને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. 24 મેના રોજ બપોરના સમયે લઘુશંકા જવાના બહાને જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જાપ્તાની પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે તપાસ પણ કરી હતી, પરંતુ, આરોપી મળી આવ્યો ન હતો.

સોમવારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કુખ્યાત બુટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇ જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો

સોમવારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કુખ્યાત બુટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇ જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો

જાપ્તાની પોલીસે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

દરમિયાન જાપ્તાની પોલીસે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કારેલીબાગ પોલીસે ફરાર આરોપી જયંતિ નાયક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે કારેલીબાગ પોલીસે ફરાર થઇ ગયેલા આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જોકે, આરોપી મળી આવ્યો ન હતો. તે સાથે પંચમહાલ પોલીસે પણ હત્યાના કાચા કામના આરોપી જયંતિ નાયકને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે.

બે આરોપી ફરાર થઇ જતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા

નોંધનીય છે કે, સોમવારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કુખ્યાત બુટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇ જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જે આરોપી 48 કલાક પછી પણ પકડાયો નથી. ત્યાં ગોધરા સબ જેલનો કાચા કામનો કેદી જયંતિ નાયક વડોદરા મેન્ટલ હોસ્પિટલમાંથી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જવાની બીજી ઘટનાએ પોલીસ તંત્રમાં ચકચાર મચાવી મૂકી છે અને બે આરોપી ફરાર થઇ જતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here