કોરોના ઈન્ડિયા : 4.72 લાખ કેસઃ એક દિવસમાં રેકોર્ડ 16868 દર્દી વધ્યા, ગત સપ્તાહે સંક્રમિતોનો સૌથી વધુ ગ્રોથ રેટ તેલંગાણામાં રહ્યો

0
7

નવી દિલ્હી. દેશભરમાં અત્યાર સુધી 4 લાખ 72 હજાર 985 લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે અને 14 હજાર 907 લોકોના અત્યાર સુધી મોત થયા છે. સાથે જ દેશમાં 2 લાખ 71 હજાર 688 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધુ 1 લાખ 42 હજાર 899 દર્દીઓ માત્ર મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 6 હજાર 739 લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજા નંબરે રહેલા દિલ્હીમાં 70 હજાર 390 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 2 હજાર 365 લોકોના મોત થયા છે.

ગત સપ્તાહે એટલે કે 18થી 24 જૂન સુધી સંક્રમિતોની સંખ્યા સૌથી વધારે તેલંગાણામાં વધી હતી. અહીંયા ગ્રોથ રેટ 12 ટકા રહ્યો હતો. જ્યારે દેશના સૌથી વધારે સંક્રમિત રાજ્યોમાં તે 10માં ક્રમે છે. બીજા નંબરે દિલ્હી અને ત્રીજા નંબરે બે રાજ્ય તમિલનાડુ અને હરિયાણા છે. અહીંયા દરરોજ સરેરાશ 5%ના દરે દર્દી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં દર્દીઓનો ગ્રોથ રેટ સરેરાશ 3% રહ્યો હતો.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કર્યા છે. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 16922 કેસ સામે આવ્યા હતા. સાથે જ 418 લોકોના મોત થયા હતા. આ પ્રકારે દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિત કેસ 4 લાખ 73 હજાર105 કેસ થઈ ગયા છે. જેમાંથી એક લાખ 86 હજાર 514 એક્ટિવ કેસ છે. 2 લાખ 71 હજાર 697 સાજા થઈ ચુક્યા છે. સાથે જ અત્યાર સુધી 14,894 દર્દીના મોત થયા છે.
  • તો બીજી તરફ ઈન્ડિય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 7 હજાર 871 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દેશમાં અત્યાર સુધી 75 લાખ 60 હજાર 782 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.

કોરોનોનો રિકવરી રેટ 6% વધીને 56.38%થયો

બુધવારે એક દિવસમાં સૌથી વધારે 16 હજાર 868 કેસ વધ્યા હતા. જે અત્યાર સુધી સૌથી વધારે છે. આ પહેલા 20 જૂને 15 હજાર 918 સંક્રમિત મળ્યા હતા.છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3890 સંક્રમિતોની પુષ્ટી કરાઈ હતી. દિલ્હીમાં 3788 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, હવે અહીંયા 70 હજાર 390 દર્દી થઈ ગયા છે, જે મુંબઈ કરતા 2 હજાર વધારે છે. રાહતની વાત છે કે દેશમાં કોરોનોનો રિકવરી રેટ 6% વધીને 56.38% થઈ ગયો છે.

પાંચ દિવસ જ્યારે દેશમાં સૌથી વધુ કેસ આવ્યા 

તારીખ કેસ
24 જૂન 16753
23 જૂન 15600
21 જૂન 15150
20 જૂન 15918
19 જૂન 14740

 

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃ શિવરાજ સરકાર એક જૂલાઈથી રાજ્યમાં કિલ કોરોના અભિયાન શરૂ કરશે. આ અભિયાન હેઠળ ઘરનો સર્વે કરવામાં આવશે. આ સાથે જ ભોપાલમાં બુધવારે 187 કેસ સામે આવ્યા હતા. સાથે જ રાજભવનમાં વધુ 8 કેસ પોઝિટિવ મળ્યા હતા. અહીંયા સતત 3 દિવસથી સંક્રમિત મળી રહ્યા છે. રાજભવનમાં અત્યાર સુધી 24 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા હવે 12448 થઈ ગઈ છે.

બિહારઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં 223 નવા કેસ આવ્યા છે. સિવાનમાં સૌથી વધારે 39, પટના 20, બેગુસરાયમાં 16 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 8,273 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી 55 લોકોના મોત થયા છે. 6,106 દર્દી સાજા પણ થયા છે.

મહારાષ્ટ્રઃ અહીંયા બુધવારે રેકોર્ડ 3889 દર્દી મળ્યા હતા. જેમાંથી 1118 દર્દી મુંબઈ અને 1374 દર્દી થાણેથી મળી આવ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા હવે 1 લાખ 42 હજાર 899 થઈ ગઈ છે. તો બીજી બાજુ વાશીમાં એરિક અને મર્લિને તેમના લગ્નપ્રસંગે ક્વૉરન્ટીન સેન્ટરને 50 બેડ આપ્યા છે. મહારાષ્ટ્ર પોલીસમાં 48 કલાકમાં કોરોનાના કારણે બે લોકોના મોત થયા છે. સાથે જ 185 કેસ સામે આવ્યા છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં બુધવારે 664 કેસ મળ્યા હતા. ગાઝિયાબાદમાં સૌથી વધારે 113 લોકો સંક્રમિત મળી આવ્યા હતા. ગૌતમબુદ્ધનગરમાં 94, લખનઉમાં 62, કાનપુરમાં 27 દર્દી મળ્યા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 19,557 થઈ ગઈ છે. રાજ્યમાં મંગળવારે 576 નવા દર્દી મળ્યા હતા.

રાજસ્થાનઃ રાજ્યમાં બુધવારે 382 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જયપુરમાં સૌથી વધારે 100, ભરતપુરમાં 56, ધૌલપુરમાં 75 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. આ સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો 16,009એ પહોચ્યો હતો.