Friday, August 12, 2022
Homeકોરોના દુનિયામાં : અમેરિકામાં 24 કલાકમાં રેકોર્ડ 2.99 લાખ કેસ નોંધાયા :...
Array

કોરોના દુનિયામાં : અમેરિકામાં 24 કલાકમાં રેકોર્ડ 2.99 લાખ કેસ નોંધાયા : ચીનમાં ઓટો પાર્ટ્સના પેકેજિંગ પર વાઇરસ મળી આવ્યો.

- Advertisement -

દુનિયામાં અનેક દેશોમાં વેક્સિનેશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ હજી પણ કોરોનના કેસમાં ઘટાડો થઈ રહ્યો નથી. અમેરીકામાં છેલ્લા 24 કલાકમાં 2.99 લાખ કેસ સામે આવ્યા છે. જ્યારથી કોરોનાની શરૂઆત થઈ, ત્યારથી અમેરીકામાં નવા કેસ સામે આવવાનો આ સૌથી મોટો આંક છે.

આ તરફ, કોરોનાથી જોડાયેલી ચિંતા વધારનારા સમાચાર ચીનથી આવ્યા છે. ચીનમાં ઓટો પાર્ટ્સમાં પેકેજિંગના સેમ્પલ પર કોરોનાનો વાઇરસ મળી આવ્યાની પુષ્ટિ થઈ છે. એક કંપનીમાં કામદાર પોઝિટિવ આવ્યા બાદ ઘણા શહેરોમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક સ્ટોરમાં સામાન પર પણ વાઇરસ મળ્યાની પુષ્ટિ થઈ છે.

દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 8 કરોડ 54 લાખ 98 હજાર 595 કેસ નોંધાયા છે. કુલ 18 લાખ 50 હજાર 605 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે, 6 કરોડ4 લાખ 51 હજાર 984 લોકો સાજા થયા છે. દરમિયાન, બ્રિટનમાં લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરેએ વડાપ્રધાન બોરિસ જ્હોનસનને વધુ કડક પ્રતિબંધો લગાવવાની અપીલ કરી છે.

એટલાન્ટા (જ્યોર્જિયા)માં રહેતી એક મહિલાએ કોરોનાથી થતા મૃત્યુ માટે સફેદ ઝંડા લગાવ્યાછે. અહીં અત્યાર સુધીમાં 10 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે.
એટલાન્ટા (જ્યોર્જિયા)માં રહેતી એક મહિલાએ કોરોનાથી થતા મૃત્યુ માટે સફેદ ઝંડા લગાવ્યાછે. અહીં અત્યાર સુધીમાં 10 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે.

 

ચીનમાં સામાનના સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા

ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા મ્યજબ, શાંક્સી રાજ્યના જિનચેંગ શહેરમાં ડીસીઝ કંટ્રોલ એન્સ પ્રિવેન્શનના લોકલ સેન્ટરના ઓટો પાર્ટ્સના પેકેટ પર વાયરસ મલયાની ઓળખ કરી છે. ત્યાર બાદ તે સામાનના સંપર્કમાં આવનારા તમામ કામદારોને ક્વોરેંટાઈન કરવામાં આવ્યા છે. જો કે, તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વાયરસ મળેલો બધી જ સામાન સીલ કરી દેવામાં આવ્યો છે.

કોવિડ-19 પ્રિવેન્શન એન્ડ કંટ્રોલના સિટી હેડક્વાર્ટરને કહેવામાં આવ્યું છે કે ઇનર મોંગોલિયાની રાજધાની હોહોટના એક સ્ટોરમાં ઓટો પાર્ટ્સના પેકેજીંગના પાંચ નમૂનાઓ પર વાયરસની પુષ્ટિ થઈ છે. રવિવારે સેન્ટર તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના ઓટો પાર્ટસની ત્રણ બેચ છે. આમાંથી એકને ત્રણ સ્ટોર પર વિતરણ કરાયું હતું. અહીં એક પર વાયરસ મળી આવ્યો છે. ત્રણેય સ્ટોર બંધ કરી દેવાયા છે.

અધિકારીઓનાં જણાવ્યા મુજબ, પેકેજિંગના લેવામાં આવેલ વધુ ત્રણ પોઝિટિવ સેમ્પલ હેબેઇ રાજ્યના કંગઝું, શેડોંગના યાનતાઈ અને લીંચી શહેરમાં મળી આવ્યા છે. બેઇઝિંગની ઓટો પાર્ટ્સ વેચનારી કંપનીમાં એક કર્મચારી પોઝિટિવ મળી આવ્યા બાદ અનેક શહેરોનો સમાન અને કર્મચારીના ન્યૂકિલ્ક એસિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

દુનિયાના અન્ય દેશોની પરિસ્થિતી

UK- છેલ્લા 24 કલાકમાં 54 હજાર 990 કેસ નોંધાયા છે. લેબર પાર્ટીએ સરકારને વધુ કડક પ્રતિબંધો લગાવવા માટે અપીલ કરી છે. દેશમાં જ નવો સ્ટ્રેન મળ્યો છે, જે પહેલાના કોરોના વાઇરસ કરતાં 70% વધુ જોખમી છે.

દક્ષિણ આફ્રિકા- આરોગ્ય પ્રધાન જવેલી મકીજેના જણાવ્યા અનુસાર, વેક્સિન અંગે પશ્ચિમના દેશો (ફાઇઝર, મોડર્ના અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા માટે), રશિયા અને ચીન સાથે વાતચીત ચાલી રહી છે. સરકારની યોજના છે કે વર્ષના અંત સુધીમાં 67% વસ્તીને વેક્સિનેશનની યોજના છે.

જાપાન – અહીં ટોક્યો અને 3 અન્ય શહેરોમાં સ્ટેટ ઈમરજન્સી લગાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ગુરુવારે, ટોક્યોમાં 1337 કેસ નોંધાયા હતા. મહામારીની શરૂઆતથી ટોક્યોમાં પ્રથમ વખત સંક્રમિતોની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે. ગુરુવારે પણ દેશમાં રેકોર્ડ 4520 કેસ નોંધાયા હતા.

વર્ષનો પ્રથમ વર્કિંગ દિવસ (4 જાન્યુઆરી)ના રોજ કામ શરૂ કરતા પહેલા ટોક્યોના બૌદ્ધ મંદિર કાંદા મ્યોજિનમાં પ્રાર્થના કરતા લોકો.
વર્ષનો પ્રથમ વર્કિંગ દિવસ (4 જાન્યુઆરી)ના રોજ કામ શરૂ કરતા પહેલા ટોક્યોના બૌદ્ધ મંદિર કાંદા મ્યોજિનમાં પ્રાર્થના કરતા લોકો.

 

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી

દેશ કેસ મૃત્યુ સાજા થયા
અમેરિકા 21,113,528 360,078 12,436,958
ભારત 10,341,291 149,686 9,946,131
બ્રાઝિલ 7,733,746 196,018 6,813,008
રશિયા 3,236,787 58,506 2,618,882
ફ્રાન્સ 2,655,728 65,037 195,174
યૂકે 2,654,779 75,024 ઉપલબ્ધ નહીં
તુર્કી 2,241,912 21,488 2,136,534
ઈટલી 2,155,446 75,332 1,503,900
સ્પેન 1,936,718 50,837 ઉપલબ્ધ નહીં
જર્મની 1,781,053 35,105 1,381,900

(આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular