કોરોના ઈન્ડિયા : 24 કલાકમાં રેકોર્ડ 62,858 સંક્રમિત સાજા થયા, 15 દિવસથી દરરોજ 2 દિવસમાં એક લાખથી વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળી રહી છે; કુલ 29.73 લાખ કેસ

0
5

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 69 હજાર 28 કેસ નોંધાયા છે, રેકોર્ડ 62 હજાર 858 દર્દી સાજા થયા અને 953 લોકોના મોત થયા છે. રોજ આવી રહેલા કેસનો આંકડો 70 હજારની આસપાસ છે, પરંતુ રાહતની વાત એ છે કે છેલ્લા 15 દિવસથી દર બે દિવસમાં એક લાખથી વધુ દર્દી સાજા થઈ રહ્યા છે. દેશમાં અત્યાર સુધી 29.73 લાખ કેસ આવી ચુક્યા છે. જેમાંથી 22.20 લાખ સાજા થઈ ચુક્યા છે. 6.96 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 55 હજાર 926 લોકોના મોત થયા છે.

રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશઃ PWD મંત્રી ગોપાલ ભાર્ગવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે શિવરાજ મંત્રીમંડળના 5માં મંત્રી છે, જે સંક્રમિત થયા છે. આ પહેલા જળ સંસાધન મંત્રી તુલસી સિલાવટ, ઉચ્ચ શિક્ષણ મંત્રી મોહન યાદવ, ચિકિત્સા શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગ, સહકારિતા મંત્રી અરવિંદ ભદૌરિયા અને સીએમ શિવરાજ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1174 કેસ આવ્યા છે. આ એક દિવસમાં સૌથી મોટો આંકડો છે. રાજ્યમાં દર 10 લાખની વસ્તી પર 616 કેસ છે. સંક્રમિતની સંખ્યા 2.4%ના દરે વધી રહી છે.

રાજસ્થાનઃ અહીંયા સતત છઠ્ઠા દિવસે 1300થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં 662 એક્ટિવ કેસ વધ્યા છે. 15 ઓગસ્ટે અહીંયા 13 હજાર 863 એક્ટિવ કેસ હતા, જે 21 ઓગસ્ટે વધીને 14 હજાર 525 થઈ ગયા હતા. આ દરમિયાન 7242 દર્દી સાજા થયા અને 71 લોકોના મોત થયા છે. અહીંયા દરરોજ 30 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 10 લાખની વસ્તી પર સરેરાશ 26 હજાર 689 ટેસ્ટ કરાયા છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિતોથી વધુ દર્દી સાજા થયા છે. કુલ 4905 રિપોર્ટ પોઝિટિવ નોંધાયા તો 5567 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યની જનસંખ્યા લગભગ 22.5 કરોડ છે. અહીંયા દરરોજ એક લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સંખ્યા દેશમાં સૌથી વધુ છે. અહીંયા અત્યાર સુધી લગભગ 43 લાખ ટેસ્ટ કરાયા છે. દર 10 લાખની વસ્તીમાં 19 હજાર ટેસ્ટ કરાયા છે.

બિહારઃ પટનાના બિહટામાં 500 બેડની કોવિડ હોસ્પિટલમાં રવિવારે સારવાર શરૂ થઈ જશે. અહીંયાના ESI હોસ્પિટલને જ કોરોના હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. તો આ તરફ મુઝફ્ફરપુરના પતાહી એરપોર્ટ પર બની રહેલી કોવિડ હોસ્પિટલ 29 ઓગસ્ટ સુધી તૈયાર થઈ જશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 લાખ 23 હજાર 836 ટેસ્ટ કરાયા છે. જેમાંથી 2461 નવા સંક્રમિત નોંધાયા છે.આ તરફ લાલુ પ્રસાદની સુરક્ષામાં તહેનાત 9 જવાન કોરોના પોઝિટિવ મળ્યા છે.

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે શુક્રવારે કહ્યું કે, શનિવારથી શરૂ થઈ રહેલા ગણેશ ઉત્સવને કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સાદગીથી ઉજવો અને ભીડ ભેગી ન કરો. તેમણે મુસ્લિમ સમુદાયને પણ અપીલ કરી કે, મહિનાના અંતમાં આવતી મોહરમ દરમિયાન ભીડ-ભાડથી બચો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here