Wednesday, April 17, 2024
HomeઅમદાવાદGUJARAT: અમદાવાદના મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ, ઘટના CCTV કેમેરામાં કેદ...

GUJARAT: અમદાવાદના મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ, ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ….

- Advertisement -

લૂંટારાઓ દુકાનદારને બંદૂક બતાવી મારી નાંખવાની ધમકી આપી લગભગ 11 લાખથી વધુની કિંમતના દાગીના લઈને આરોપીઓ ફરાર થયા હતા.આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. લૂંટારાઓએ વેપારીનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો.

અમદાવાદના મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં જયભવાની નામની જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે લગભગ સાડા નવ કલાકની આસપાસ એકાએક 4 શખ્સ દુકાનમાં ધસી આવ્યા હતા અને દુકાનદારને બંદૂક બતાવી મારી નાંખવાની ધમકી આપી લગભગ 11 લાખથી વધુની કિંમતના દાગીના લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. લૂંટારાઓએ વેપારીનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો. અને ત્યાંથી ઈસનપુરના તરફ પલાયન થયા હતા. લૂંટ બાદ વેપારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular