વલસાડ શાકભાજી માર્કેટમાંથી હોલસેલનો ધંધો કરનારનું 15 હજાર ભરેલું પર્સ ચોરીને ભાગેલો સગીર પકડાયો.

0
0

નજર હટીને દુર્ઘટના ઘટી એ વાક્યને તસ્કરો ચરિતાર્થ કરતાં હોય તેવો બનાવ વલસાડમાં બન્યો છે. શાકભાજી માર્કેટમાં હોલસેલનો વેપાર કરતાં વેપારીની બે ગઠિયાઓ નજર ચૂકવે છે. એક ગઠિયો પોટલું નીચે પાડે છે જેને મદદ કરવા શાકભાજીના વેપારી પર્સ લારી પર મૂકીને જાય છે એ દરમિયાન જ બીજો સગીર ગઠિયો ગણતરીની સેકન્ડમાં પર્સ લઈને નાસી જાય છે. 15 હજાર રૂપિયા ભરેલું પર્સ લઈને ગઠિયો નાસી જાય છે. બાદમાં શાકભાજીનો હોલસેલનો ધંધો કરનાર કમલેશભાઈ હરિલાલ સિંગ CCTVના આધારે તપાસ કરીને ગઠિયાને ઝડપી લે છે. ગઠિયાએ બે કલાક સુધી તમામને ધંધે લગાવ્યા કે પર્સ અહિં સંતાડ્યુ છે ત્યાં સંતાડ્યું છે. સાચો જવાબ ન મળતાં આખરે ગઠિયા બાબરાને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ ચોપડે અગાઉ પણ આ ગઠિયાએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

CCTVમાં ચોરી કેદ થઈ

વલસાડ શાકભાજી માર્કેટમાં એક સગીરે દુકાન બહાર ખાલી લારી પરથી રૂ.15 હજાર રૂપિયા ભરેલા પાકિટની ઉઠાંતરી કરી હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ગણતરીની સેકન્ડ સગીરે રૂપિયા ભરેલુ પાકીટ ઉઠાંતરી કરી લીધી હતી.કમલેશભાઈ હરિલાલ સિંગ દુકાનદાર શાકભાજીની દુકાન હોલસેલનો ધંધો કરે છે. તેના પર્સની ચોરી થઈ હતી.

વધુ વેચાણ થયુ ને રૂપિયા ગયા

કમલેસભાઈએ કહ્યું કે, તેઓ મોગરાવાડી ખાતે રહે છે. પરિવારના ચાર સભ્યોનું શાકભાજીનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. ગઈકાલે નાસિક માર્કેટ બંધ હોવાથી આજે સારૂં એવું વેચાણ થયું હતું. અંદાજે 15 હજાર રૂપિયાનો રોકડામાં વેપાર થયો હતો. પરંતુ પર્સ ગુમાવ્યા બાદ સીસીટીવીના આધારે બાબરા નામના રીઢા ચોરને ઝડપી લીધો પરંતુ તે કંઈ બોલ્યો જ નહી. અમને શહેરમાં અલગ અલગ જગ્યાએ લઈ જઈને ગટરમાં રૂપિયાનું પર્સન નાખ્યાનું કહેતા અમે કચરા અને ગટરમાં પણ હાથ નાખ્યા જો કે, આખરે બાબરાને પોલીસ હવાલે કર્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here