Tuesday, September 21, 2021
Homeપાટણ : સાંતલપુરમાં મીઠાની કંપનીમાં આગ લાગી, સમયસૂચકતાથી મજૂરોનો જીવ બચ્યો
Array

પાટણ : સાંતલપુરમાં મીઠાની કંપનીમાં આગ લાગી, સમયસૂચકતાથી મજૂરોનો જીવ બચ્યો

સાંતલપુર: મીઠાની કંપનીમાં એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોકે સદનસીબે સમય સુચકતા વાપરતા જાનહાની ટળી હતી અને કંપનીમાં કામ કરતા મજૂરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો.

આગ એટલી બધી વિકરાળ હતી કે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી મળી હતી.ગત મોડી સાંજે સાંતલપુર માં રહેલ સાકમ્બર મીઠાની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગની ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટર બોલાવ્યા પડ્યા હતા. ફાયર ફાઈટરે બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવા આવ્યો હતો. જોકે આગમાં મશીનરી મોટું નુકસાન થવા પામ્યું હતું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments