- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ લોકોને પગભર કરી સ્વમાનભેર જીવન જીવી શકે એ માટે વિવિધ યોજનાઓ જાહેર કરી છે ત્યારે જૂનાગઢના કેશોદ પંથકમાં માનસિક દિવ્યાંગ લોકોને રોજગારી મળી રહે એ હેતુથી ગુજરાત રાજ્યનાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવા માલમની ઉપસ્થિતિમાં સેમીનાર યોજવામાં આવ્યો હતો.
સહયોગ સંસ્થા દ્વારા દિવ્યાંગ લોકો માટે ઉદ્યોગ સાહસિકતાની તાલીમવર્ગનો શુભારંભ તેમજ સેમિનારનું આયોજન આવેલ હતું. જેમાં રાજયકક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમ, પ્રદેશ મહામંત્રી અનુ.જાતિ મોરચો ગૌતમભાઈ ગેડિયા સહિત બહોળી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગ લોકો સ્વરોજગારી મેળવે અને તેમને રોજગારી મળે એ હેતું માટે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન વિકાસ બલવા, ઉદયભાઈ ગેડિયા, આર્યનભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.