આવાર પાગલ દીવાના ફિલ્મની સિકવલની તૈયારી, દિગ્દર્શન સાજિદ ખાન કરે તેવી શક્યતા

0
0

રીમેક અને સીકવલ ફિલ્મોને લઇને બોલીવૂડના નિર્માતાઓમાં હંમેશાથી ઉત્સાહ રહ્યો છે. અક્ષય કુમારની હિટ ફિલ્મોમાંની એક આવારા પાગલ દીવાના ફિલ્મની સિકવલની ઘણા સમયથી ચર્ચા છે. જોકે આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

સાલ ૨૦૦૨માં આવેલી ઓરિજિનલ ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ બોલીવૂડ હંગામા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આવાર પાગલ દીવાના ફિલ્મની સિકવલની તૈયારી ચાલી રહી છે. જેનું દિગ્દર્શન સાજિદ ખાન કરે તેવી શક્યતા છે. મૂળ ફિલ્મમાં અક્ષય કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ફિરોઝ નડિયાદવાળાએ વધુમાં કહ્યું હતુ કે, સાજીદ મારા નાના ભાઇ જેવો છે. વાસ્તવમાં હું તેનું સમ્માન કરું છું. હું તેમને એક વ્યક્તિ અને દિગ્દર્શક તરીકે બહુ પસંદ કરું છું. હજી વાતચીત ચાલી રહી છે. ફિલ્મની તૈયારી શરૂઆતના ચરણમાં છે. જોકે એ વાત નક્કી છે કે, અમે આવારા પાગલ દીવાના ફિલ્મની સીકવલ બનાવાના છે.

ફિલ્મની કાસ્ટિંગ વિશે નિર્માતાએ જણાવ્યું હતું કે, અમારી પ્રથમ પસંદ અક્ષય કુમાર, પરેશ રાવલ, જોની લીવર અને સુનીલ શેટ્ટી રહેશે.પરંતુ સ્ક્રિપ્ટ ફાઇનલ થયા પછી જ સિતારાઓના સંપર્ક કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સાજીદ ખાન પર મી ટૂ આરોપ લગાડવામાં આવ્યા હતા. જેના કારણે તેના હાથમાંથી ઘણી ફિલ્મો નીકળી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here