પટણામાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટઃ અનેક ઘાયલઃ એકની હાલત ગંભીર

0
27

બિહારની રાજધાની પટનામાં આજે સવારે શ્રેણીબદ્ધ બોંબ બ્લાસ્ટ થયાં હતા. જેથી લોકો વચ્ચે ભય ફેલાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઉપરા ઉપરી શ્રેણીબદ્ધ ધડાકા થયા હતા.બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

  • બોમ્બ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા
  • આ ઘટના બાદ પોલીસ અને પ્રશાસન હરકતમાં આવી ગયાં હતાં
  • મકાનમાં રહેતા લોકો પણ નીચે ગબડી પડયા હતા

બિહારની રાજધાની પટણા આજે સવારે શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાથી ધ્રૂજી ઊઠી હતી. પટણાનાં ગાંધી મેદાન વિસ્તારમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના સમાચાર મળતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.

અહેવાલો અનુસાર આ બોમ્બ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા છે. જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જણાવાય છે. આ ઘટના બાદ પોલીસ અને પ્રશાસન હરકતમાં આવી ગયાં હતાં અને તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. ગાંધી મેદાન વિસ્તારના દલદલી રોડ પર આવેલ એક મકાનમાં ધડાકા થયા હતા.

આ ધડાકા એટલા પ્રચંડ હતા કે જેના કારણે બે મકાનોને ભારે નુકસાન થયું હતું. મકાનમાં રહેતા લોકો પણ નીચે ગબડી પડયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઉપરા ઉપરી શ્રેણીબદ્ધ ધડાકા થયા હતા.

બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here