વડોદરા : માંજલપુર વિસ્તારમાં વૃદ્ધની સેવા ચાકરી માટે આવતો કેરટેકર ચાંદીની મૂર્તિ, ચાંદીના સિક્કા અને ચેકબુકની ચોરી કરી ફરાર

0
6

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં 80 વર્ષીય વૃદ્ધે સેવા ચાકરી માટે હેલ્થકેર કંપની માધ્યમથી કેરટેકર માણસ રાખ્યો હતો. આ દરમિયાન ઘરમાંથી રૂપિયા 3000ની કિંમત ધરાવતી માતાજીની મૂર્તિ, ચાંદીના બે સિક્કા તેમજ ચેકબુકની ચોરીનો બનાવ બનતા કેરટેકર વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ અંગે નોકર ચોરીનો ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

સેવાચાકરી માટે હેલ્થ કેરટેકર રાખ્યો હતો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ વિસ્ટરીયા બંગ્લોઝમાં રહેતા પાંડુરંગ શિરસાઠ 80 વર્ષની ઉંમર ધરાવતા હોય તબિયત નાજુક હતી. જેથી 2 ઓક્ટોબરથી 16 ઓક્ટોમ્બર સુધી તેઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. પથારીવશ હોવાના કારણે તેઓએ સેવાચાકરી માટે એડવીનો હેલ્થ કેરના સંચાલકનો સંપર્ક સાધ્યો હતો. જ્યાંથી તેઓએ અનિલ પાટકર નામના વ્યક્તિને મોકલતા તેની વર્ણતૂક સારી ન જણાતા બીજી વ્યક્તિને મોકલવા જણાવ્યું હતું. જેથી તેમણે સતીશ ગૌર નામના વ્યક્તિને હેલ્થ કેરટેકર તરીકે રાખ્યો હતો.

મંદિરમાં મૂકેલી કુળદેવીની ચાંદીની મૂર્તિની ચોરી કરી

20 ઓક્ટોબરના રોજ મંદિરમાં મૂકેલી કુળદેવીની ચાંદીની મૂર્તિ અને ચાંદીના સિક્કા જણાઇ આવ્યા ન હતા આ ઉપરાંત બેન્કની ચેકબુકની પણ ચોરી થઇ હોવાની જાણ થઈ હતી તો બીજી તરફ કેર ટેકર તરીકે આવેલ સતીશ ગૌર પણ આવ્યો હતો. એડવીનો હેલ્થ કેરના સંચાલકે પણ સતીશનો સંપર્ક સાંધતા કોઈ સગડ મળ્યા ન હતા. જેથી તેઓએ સતીશ ગોર (રહે -સરદાર ભુવન નો ખાંચો, સચિન ટેલર ની સામે, વડોદરા )વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે નોકર ચોરીનો ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે

ટ્રેનમાં બાથરૂમ ગયેલા વ્યક્તિની બેગ ઉઠાવી અજાણ્યો ગઠિયો ફરાર

યુપીના રહેવાથી અને ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલ રજા મહંમદ શેખ ૧૪મી નવેમ્બરના રોજ આણંદ થી સયાજીનગરી ટ્રેનમાં બેસી મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી રહેતાં તેઓ બાથરૂમ ગયા હતા જ્યાંથી પરત ફરતાં તેઓની બેગ જણાઇ આવી ન હતી જે બેગમાં રૂપિયા 9800 ની કિંમત ધરાવતું સોફા નું કાપડ, રોકડા રૂપિયા 5000 તથા હેલ્મેટ સહિત રૂપિયા 18300 રૂપિયાની મતા ચોરી થઇ હોવાનું જાણવામાં આવ્યું હતું. ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.