શેરબજારમાં નજીવો વધારો, સેન્સેક્સ 38,000 અને નિફ્ટી 11,000ની ઉપર

0
6

આજે સપ્તાહના બીજા કારોબારના દિવસે શેરબજારમાં મંગળવારે થોડો વધારો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ નો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 36.76 એટલે કે 0.10 ટકાના વધારા સાથે 38087.54 ના સ્તર પર ખુલ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.20 ટકા એટલે 22 અંકના વધારા સાથે 11269.10 ના સ્તર પર ખુલ્યો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ટેક મહિન્દ્રા, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, વિપ્રો, ટાટા મોટર્સ, બ્રિટાનિયા, ઈન્ફોસીસ, ટાઇટન, એમ એન્ડ એમ અને કોલ ઈન્ડિયા લીલા નિશાન પર ખુલ્યા છે. તો ઝી લિમિટેડ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, રિલાયન્સ, આઇઓસી, ઇન્ફ્રાટેલ, એચસીએલ ટેક, અદાણી પોર્ટ્સ, યુપીએલ અને નેસ્લે ઇન્ડિયા લાલ નિશાન પર ખુલ્યા.

જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો પછી બધા ક્ષેત્રો આજે લીલા નિશાન પર શરૂ થયા. આમાં ઓટો, એફએમસીજી, પીએસયુ બેંક, રિયલ્ટી, ફાર્મા, મીડિયા, આઇટી, મેટલ, ફાઇનાન્સ સેવાઓ, બેંકો અને ખાનગી બેંકોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here