ખંભાળિયામાં વન વિભાગ દ્વારા મિશન લાઈફ અંતર્ગત સામાજિક વર્ગીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખંભાળિયા-જામનગર માર્ગ પર સિંહણ ગામે આવેલી નર્સરી ખાતે વન વિભાગના સ્ટાફ, એરફોર્સના જવાનો, સ્થાનિક ગ્રામજનો, વિગેરે દ્વારા દાતા ગામથી સિંહણ નર્સરી સુધી સાયકલ રેલી યોજવામાં આવી હતી. આ ઉપરાંત આ સ્થળે કિસાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.
આ શિબિરમાં આગાખાન ટ્રસ્ટ, એરફોર્સના જવાનો, આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના અધિકારીઓ, નયારા કંપનીના સ્ટાફ વિગેરેએ ભાગ લીધો હતો અને ઉપસ્થિત ખેડૂતોને ઓર્ગેનિક ખેતી, પર્યાવરણ લક્ષી જીવનશૈલી અપનાવવા તેમજ વનીકરણ માટે સમજ આપવામાં આવી હતી. આ સાથે સિંહણ નર્સરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં વન વિભાગ સાથે ફોરેસ્ટ, આર.એસ.પી.એલ., નયારા, એરફોર્સ આગાખાન વિગેરે સંસ્થાઓ તેમજ કંપનીના અધિકારીઓ તથા કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.