દહેગામ : જન સેવા એજ પ્રભુ સેવા : મુસ્લિમ સમુદાયના સામાજિક યુવા કાર્યકરે લોકોને મદદરૂપ થવા અર્થે સેવા ઘર શરૂ કર્યું.

0
5

દહેગામ ના મુસ્લિમ સમુદાય ના સામાજિક યુવા કાર્યકર એઝાઝ મનસુરી એ પોતે લોકોને મદદરૂપ થવા અર્થે સેવા ઘર શરૂ કર્યું . જેનું ગાંધી જયંતિ નિમિત્તે રાજકીય તથા સામાજિક આગેવાનો ની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું. ઉદઘાટન સમારોહમાં દહેગામ શહેર ભાજપ પ્રમુખ અમરીશભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રીશ્રી ઓ પૂર્વ પ્રમુખ નાગજીભાઈ રબારી, પૂર્વ નગર પાલિકા પ્રમુખ બૈજુ કાકા, નગર પાલિકા ના કોર્પોરેટરો સંગઠન ના પદાધિકારીઓ સાથે સ્થાનિક સામાજિક આગેવાનો ની હાજરી માં મનસુરી સમાજ ના વડીલ અગ્રણી અને દહેગામ ના સીનિયર એડવોકેટ હસનભાઈ મનસુરી ના વરદ હસ્તે R. G. MANSURI SEVA GHAR નું રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું. જ્યાં દરેક ને સરકારી યોજનાઓના લાભ અપાવવા માટે અને અન્ય સરકારી કાર્યો માં લોકોને નિ:શુલ્ક મદદ મળી રહેશે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ,  CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here