અયોધ્યા ભૂમિ પૂજનમાં મહેમાનોને આપવામાં આવશે ખાસ ચાંદીનો સિક્કો

0
4

અયોધ્યા ટ્રસ્ટના મહા સચિવ ચંપત આઈ એ સ્પષ્ટ કર્યું છે કે ભારતના પ્રમુખ 36 પરંપરાઓ ના 135 સંત મહાત્માઓ સહિત કુલ પોણા બસો લોકો પીએમ નરેન્દ્ર મોદી હસ્તક ભૂમિ પૂજન કાર્યક્રમમાં આમંત્રિત કરાયા છે.

ભૂમિ પૂજન માટે આખા દેશમાંથી અત્યાર સુધીમાં 1500 થી પણ વધારે પવિત્ર અને ઐતિહાસિક સ્થળોની માટી અને 2000થી વધારે સ્થાનો તેમજ નદીઓમાંથી રામ ભક્તોએ જળ મોકલ્યું છે.

ચંપત રાય એ કહ્યું કે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ પહેલા નિમંત્રણ કાર્ડ વિઘ્નહર્તા ગણેશ ભગવાન ને આપવામાં આવ્યું છે જ્યારે બીજું કાર્ડ બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારીને આપવામાં આવ્યું.લાવારીસ લાશોની અંતિમ ક્રિયા કરવા માટે પ્રખ્યાત સમાજસેવી પદ્મશ્રી વિભૂષિત મોહમ્મદ શરીફ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે

કાર્ડના કોડથી મળશે પ્રવેશ

ટ્રસ્ટ મહાસચિવ એ કહ્યું કે આમંત્રણ પત્ર મોકલવાની શરૂઆત અયોધ્યાથી થઈ હતી બહારના દરેક અતિથિઓને ફોન દ્વારા સૂચના અપાઇ હતી તે દરેક આજ સાંજ સુધીમાં અહીં પહોંચી જશે તો સિક્યુરિટી કોડથી યુક્ત આમંત્રણ કાર્ડ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here