અમદાવાદ : સોલામાં રહેતી મહિલાના FB પર અજાણ્યા શખ્સે મેસેજ કરી બિભત્સ માંગ કરી

0
15

અમદાવાદ. શહેરના સોલા વિસ્તારમાં રહેતી મહિલાના ફેસબુક મેસેન્જર પર નિલેશ પટેલ નામના આઈડી પરથી અજાણ્યા શખ્સે મેસેજ કરી બિભત્સ માંગ કરી હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પતિનું નામ લઇ અને બિભત્સ માગ કર્યાં બાદ મહિલાએ અન્ય મહિલાને મેસેજ બતાવવાનું કહેતા પોતે જ હોવાનું કહ્યું હતું. જેથી કોઈ જાણીતી વ્યક્તિએ જ મેસેજ કર્યો હોવાનું લાગી રહ્યું છે.

સોલા વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેના ફેસબુક મેસેન્જર પર 27 મેના દિવસે નિલેશ પટેલ નામના ફેસબુક આઈડી પરથી Hi, hello લખીને મેસેજ આવ્યો હતો. જે બાદમાં મહિલાએ તેનો પરિચય પૂછી તેના આઈડી પર મેસેજ ન કરવા કહ્યું હતું. બીજે દિવસે તે જ આઈડી પરથી જ મેસેજ આવ્યો હતો અને યુવતી પાસે બિભત્સ માગણી કરવામાં આવી હતી. પરંતુ તેણીને આ કોઈ જાણીતી વ્યક્તિ હોવાનું લાગતા એક મહિલાનું નામ આપી મેસેજ બતાવવા કહ્યું હતું ત્યારે પોતે મહિલાએ જ મેસેજ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે સોલા પોલીસે નિલેશ પટેલ નામના આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here