કોરોનાની અસર : લોકડાઉન વધતા IPL અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના

0
2

દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને આજે (મંગળવારે) 21 દિવસ પુરા થયા છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી આજે સંબોધન કર્યું હતું. તેમણે પરિસ્થિતિ જોતા 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી. પીએમની આ જાહેરાત સાથે જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન પણ અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સૂત્રોએ કહ્યું કે, “લોકડાઉન વધારવામાં આવ્યું હોવાથી, IPL પણ આપોઆપ સ્થગિત થઈ જાય છે. અમે આજે આ અંગે ચર્ચા કરીને નિર્ણય જાહેર કરીશું.”

IPLની 13મી સીઝનની શરૂઆત 29 માર્ચે થવાની હતી, પરંતુ લોકડાઉનના કારણે તેને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. હવે લોકડાઉન વધતા IPL ફરી પોસ્ટપોન થઈ છે. અત્યારસુધીમાં ભારતમાં કોરોનાના 10,300થી વધુ કેસ નોંધાયા છે અને 330 કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here