Friday, March 29, 2024
HomeUncategorizedશ્રીનગરમાં પાકિસ્તાનની જીતની ઉજવણીનો વિરોધ કરનાર વિદ્યાર્થિનીને મળે છે ધમકીઓ

શ્રીનગરમાં પાકિસ્તાનની જીતની ઉજવણીનો વિરોધ કરનાર વિદ્યાર્થિનીને મળે છે ધમકીઓ

- Advertisement -

ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનની જીતની શ્રીનગરમાં મેડિકલના વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. આ દરમિયાન માત્ર એક જ મેડિકલ સ્ટુડન્ટ અનન્યા જામવાલ એવી હતી જેણે આ ઉજવણીનો વિરોધ કર્યો હતો. હવે તેને આ બદલ જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. પોલીસ દ્વારા ગર્વમેન્ટ મેડિકલ કોલેજ તેમજ શેર એ કાશ્મીર મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના મેડિકલ સ્ટુડન્ટ સામે પાકિસ્તાનની જીતની ઉજવણી બદલ યુએપીએ હેઠળ કેસ કર્યા બાદ આ મામલો ગરમાઈ રહ્યો છે.

બીજી તરફ અનન્યા જામવાલને પાકિસ્તાન તરફી વિદ્યાર્થીઓ પોલીસની ખબરી બતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાની તરફી ગદ્દારો તેની તસવીરો શેર કરી રહ્યા છે અને તેને જાનથી મારવાની ધમકી આપવામાં આવી રહી છે.

અનન્યાએ આ ઉજવણીનો વિરોધ કર્યો હતો. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં અનન્યાએ કહ્યુ હતુ કે, મેડિકલ કોલેજમાં પાકિસ્તાન ઝીંદાબાદના નારા લગાવાયા હતા. મને એટલા માટે ટાર્ગેટ કરાઈ રહી છે કે, મેં આ વિદ્યાર્થીઓની હરકત પર અવાજ ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓ મને ધમકી આપી રહ્યા છે કે, તુ સુરક્ષિત નહીં રહે, તારૂ કેરિયર પણ બરબાદ કરી નાંખીશું. પાકિસ્તાનથી સંચાલિત ટ્વિટર એકાઉન્ટ પર પણ મને મારી નાંખવાની ધમકી અપાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular