Thursday, October 21, 2021
Homeભરૂચના ધો-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન સામે હોટ...
Array

ભરૂચના ધો-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસીને 25 લાખ રૂપિયા જીત્યા

ભરૂચના ધો-8માં અભ્યાસ કરતો અનમોલ શાસ્ત્રી ઉંમર હાલ 14 વર્ષની કૌન બનેગા કરોડપતિ જુનિયર શોની હોટ સીટ પર પહોંચીને 25 લાખ રૂપિયા જીત્યો છે. 25 લાખ રૂપિયા જીતનાર અનમોલને બાળપણથી જ નવું નવું જાણવાનો અને વાંચવાનો શોખ છે.

અનમોલ હોટ સીટ પર બેસીને વિશ્વાસપૂર્વક અને સહજતાથી પ્રશ્નોના જવાબો આપ્યા…
બોલિવુડના સુપરસ્ટાર અમિતાબ બચ્ચન સંચાલિત કૌન બનેગા કરોડપતિ જેવા ટીવી શોની પોપ્યુલારિટી અને અમિતાભ બચ્ચન સામે બેસવા સાથે તેના સવાલોના જવાબ આપવા અનેક લોકો ઈચ્છા કરતા હોય છે, પરંતુ, કોરોડો લોકોમાં કોઇક જ નસીબદાર સાબિત થતા હોય છે. કૌન બનેગા કરોડપતિ શોના સ્ટુડન્ટ્સ સ્પેશ્યલ વીક અંતર્ગત હાલ જુનિયર શો ચાલી રહ્યો છે. જેમાં દેશનાં અનેક બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ટોપ-10માં અને બાદમાં હોટ સીટ સુધી ભરૂચનો અનમોલ શાસ્ત્રી પહોંચ્યો હતો અને ત્યાર બાદ એક પછી એક અમિતાભ બચ્ચનની કોમ્પ્યુટર સ્ક્રીન દ્વારા પૂછવામાં આવેલ સવાલોના અનમોલે વિશ્વાસપૂર્વક અને અત્યંત સહજતાથી જવાબો આપ્યા હતા. અનમોલની ઉંમર હાલ 14 વર્ષની હોવાથી તે 18 વર્ષનો થશે ત્યારે 25 લાખ રૂપિયા તેને મળશે.

પુત્રની સિદ્ધિથી પરિવારમાં ખુશીનો માહોલ…
મૂળ મધ્યપ્રદેશ અને હાલ ભરૂચ જીલ્લાના દહેજની કંપનીનાં સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીના પુત્ર અનમોલે આ સિદ્ધિ હાંસલ કરતા ભરૂચ સહિત સમગ્ર ગુજરાત અને તેના પરિવારજનો અને મિત્ર મંડળમાં ખુશીની લહેર જોવા મળી હતી. અત્યંત સહજ જણાતા અનમોલ તેની આ સિદ્ધિ માટે તેનું વાંચન અને નવું નવું જાણવાની જિજ્ઞાસા હોવાનું જણાવે છે.

ભવિષ્યમાં તેની ડોક્ટર બનાવાની ઇચ્છા છે…
હાલમાં તે એક યુ ટ્યૂબ ચેનલ ચલાવે છે અને બીગ બીએ પણ તેની ચેનલનું પ્રમોશન સોશિયલ મીડિયા પર કરવાની ખાતરી આપી હોવાનું તે કહે છે. ભવિષ્યમાં તેની ડોક્ટર બનાવાની ઇચ્છા છે. તેના માતા પિતા પણ પુત્ર અનમોલની આ સિદ્ધિથી અત્યંત ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે અને તેઓ પણ આ શોમાં જઈ શક્યા તે માટે ખુશી વ્યક્ત કરે છે. બાળપણથી જ અનમોલ વિશિષ્ટ બાળક હોવાનું પણ તેઓ જણાવે છે.

50 લાખ માટેનો સવાલનો ઉત્તર ન આવડતો હોવાથી ગેમ છોડી…
અનમોલ શાસ્ત્રીએ આ શોમાં 25 લાખની રકમનો વિજેતા બન્યો હતો. તેમજ 50 લાખ માટે પૂછવામાં આવેલ એક સવાલનો અનમોલ પાસે યોગ્ય ઉત્તર ન હોવાના કારણે તેણે ગેમ છોડી હતી, જોકે, અનમોલ શાસ્ત્રીની આટલી નાની વયની ઉંમરમાં આટલા અનુભવી સવાલોનાં જવાબો આપવાની સિદ્ધિને લોકોએ ચોતરફ પ્રશંસા હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

2016થી ભરૂચની કે.જે ચોક્સી લાઇબ્રેરીનો સભ્ય છે…
ભરૂચની કે.જે ચોક્સીના લાઇબ્રેરિયન નરેન્દ્ર સોનારે જણાવ્યુ હતુ કે, અનમોલ શાસ્ત્રી ખુબ પ્રતિભાશાળી બાળક છે. તે 2016થી અમારી લાઇબ્રેરીનો સભ્ય છે. મોટાભાગે તે એસ્ટ્રોનોમી અને સાયન્સને લગતી બુક વાંચવાનું પસંદ કરે છે. આ બધી બુક મોટાભાગે ધો-12ના વિદ્યાર્થીઓ કે, ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનો પસંદ કરે છે. એ.પી.જે અબ્દુલ કલામ, સ્ટીફર્ડ હોકિંગ્સ અને આલ્બર્ટ આઇનસ્ટાઇનના પુસ્તકો ખાસ વાંચે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments