Tuesday, September 21, 2021
Homeવેસુમાં ફોટોગ્રાફી માટે ગયેલા વિદ્યાર્થીનું કાર અડફેટે મોત જ્યારે એક મિત્ર ગંભીર,...
Array

વેસુમાં ફોટોગ્રાફી માટે ગયેલા વિદ્યાર્થીનું કાર અડફેટે મોત જ્યારે એક મિત્ર ગંભીર, અડાજણનો વિદ્યાર્થી મિત્રો સાથે પરત ફરતો હતો

વેસુ વિસ્તારમાં ફોટોગ્રાફી કરવા માટે મિત્રો સાથે નિકળેલા અડાજણના બે વિદ્યાર્થી મિત્રોની બાઈકને કારગીલ ચોક નજીક કાર સાથે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા એક મિત્રનું મોત નિપજ્યું છે. જ્યારે એક મિત્ર ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે દાખલ કરાયો છે.

અડાજણ પ્રગતિ નગર ખાતે રહેતો હર્ષ ભરતભાઈ પ્રજાપતિ(19)ના પિતા સીઝનલ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હર્ષ ધો.11માં અભ્યાસ કરતો હતો. બુધવારે હર્ષ તેના મિત્ર પ્રણવ રાકેશ સિમ્પી તેમજ અન્ય મિત્રો સાથે વેસુમાં ફોટોગ્રાફી કરવા નીકળ્યો હતો. દરમિયાન હર્ષ અને રાકેશ બાઈક પર સવાર થઈ ગૌરવપથ પરથી ઘરે પરત જતા હતા. ત્યારે ગૌરવપથ કારગીલ ચોક નજીક ક્રોમાના શોરૂમની સામે કાર સાથે અકસ્માત સર્જાયો હતો.

જેમાં ગંભીર રીતે ઘવાયેલા હર્ષનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચલાવી રહેલો પ્રણવ સીમ્પી ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જોકે મોડે સુધી પોલીસ પ્રણવના પરિવારની તેમજ તે ક્યાં રહે છે તે અંગે કોઈ માહિતી મેળવી શકી ન હતી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments