Friday, April 26, 2024
Homeહળવદ : એલીગન્સ ફૂડ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી
Array

હળવદ : એલીગન્સ ફૂડ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી

- Advertisement -
હળવદ : હળવદ-માળીયા હાઈવે પર આવેલ એલીગન્સ ફૂડસ નામની ફેક્ટરીમાં આજે ગુરુવારે વહેલી સવારના શોટૅ સર્કિટના કારણે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ડુગળીનુ બીયાણ, ઘઉ, મગફળી વગરે એગ્રીકલ્ચર પ્રોડકટમાં આગ લાગતા આ મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
આગની ઘટનાની જાણ થતા તાત્કાલીક નગરપાલિકાના ફાયર માટે કોન્ટેક્ટ કર્યો હતો પરંતુ હળવદ નગરપાલિકામાં ફાયર ફાઈટર ન હોવાના કારણે મોરબી તથા રાજકોટ જાણ કરી હતી. તાત્કાલિક મોરબીના ફાયર ફાયટર ઘટનાસ્થળે આવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. રાજકોટનું ફાયર ફાઈટર પણ આવા નિકળી ગયુ છે.
એલીન્ગસ ફુડના ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ લાગી હતી. જેમાં એગ્રી પ્રોડક્ટ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ જોતા લાગે છે કે નુકાશન મોટા પ્રમાણ થયુ છે. અંદાજીત લાખો રૂપિયાનું નુકસાન થયાનુ જણાય રહ્યું છે. આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે. સ્થાનિક પાણીના બંબાઓ દ્રારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS,  હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular