સુરતઃ પરવાત પાટીયા નજીક દોડતી એક વાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગી હોવાની જાણ થતા જ ચાલક બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. વાનમાં આગ લાગવાના કારણે રસ્તા પર જતા વાહન ચાલકો પણ ઉભા રહી ગયા હતા. વાનમાં આગની ઘટનાની જાણ થતા ફાયરની બે ગાડીઓ દોડી આવી હતી.
આગ લગાતા ચાલક બહાર નીકળી ગયો
મળતી માહિતી પ્રમાણે, એસએમસીના કર્મચારી પ્રવિણસિંહ પરમાર વાન(GJ-05-CM-1986) લઈને પરવત પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ગેસ પુરો થતાં પેટ્રોલમાં ગાડી લીધી હતી. ત્યારબાદ આગ લાગી ગઈ હતી. આગની જાણ થતા જ પ્રવિણસિંહ વાનની બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની બે ગાડીઓ દોડી આવી હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, આગમાં વાન બળીને ખાખ થઈ ગઈ હતી.